તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બગસરામાં અપહરણના ગુનામાં ફરાર ઝડપાયો

અમરેલી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાતમીના આધારે રાજકોટથી દબોચાયો

બગસરામાં સગીરાના અપહરણના ગુનામાં નાસતા શખ્સને અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે રાજકોટથી ઝડપી લીધો હતો. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બગસરા પોલીસના હવાલે કરાયો હતો. રાજકોટના ગાંધીગ્રામ-ધર્મનગરની પાસે મફતીયાપરામાં રહેતા કેવલ રમેશભાઈ પરમાર સામે બગસરા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો.

જે બાદ કેવલ પરમાર પોતાની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. તેવા સમયે અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોડના બળરામભાઇ પરમાર, શ્યામભાઇ બગડા, જયપાલસિંહ ઝાલા, અજયભાઇ સોલંકી, જયદીપસિંહ ચુડાસમા, જીગ્નેશભાઇ પોપટાણી અને જનકભાઇ કુવાડીયાની ટીમે કેવલ પરમારને રાજકોટથી ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો