કોંગી MLAના વખાણ:અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયાએ કોંગી ધારાસભ્યના જાહેર મંચ પરથી વખાણ કર્યા

અમરેલીએક મહિનો પહેલા
  • વ્યક્તિ સારો હોય અને સારું કહેવાનું ગીતામાં અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે: નારણ કાછડીયા

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીનું હવે રણશીંગુ ફૂંકાય રહ્યું છે. આક્ષેપ અને નિવેદન બાજી શરૂ થઈ ગઇ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય પાર્ટીઓ એક બીજા પર આક્ષેપો કરતી નજરે પડે છે. ત્યારે અમરેલીમાં કંઈક અનોખું જોવા મળ્યું છે. અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયાએ એક કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતના ભરપૂર વખાણ કર્યા હતા.

સારા કાર્યકર્તાને સારી રીતે બિરદાવવા જોઈએ
નારણ કાછડીયાએ કહ્યું હતું કે, ધારાસભ્યને સારા સભ્ય કહેવામાં કોઈ ખોટું પેલું નથી. અહીંયા તો પહેલાથી જ કહી દીધું છે કે, રાજકીય ચર્ચા કરવાની નથી. કોઇ વ્યક્તિ સારો હોય અને સારું કહેવાનું ગીતામાં શાસ્ત્રોમાં પણ કહ્યું છે. સારા કાર્યકર્તા હોય તેને આપડે સારી રીતે બિરદાવવા જોઈએ.

આ કાર્યક્રમ થોડા દિવસો પહેલાં યોજાયો હતો
આ કાર્યક્રમ 5 દિવસ પહેલા લીલીયાના જાત્રુડા ગામમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ કરાયો હતો. જેમાં ભાજપના સાંસદ નારણ કાછડીયાએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત એક મંચ પર જોવા મળ્યા હતા અને સાંસદે કરેલા વખાણનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ભાજપના કાર્યકરોમા સાંસદ સામે ગણગણાટ શરૂ થયો છે. જોકે, હજુ સુધી ભાજપના કાર્યકરો ખુલ્લીની સામે નથી આવ્યા.

અન્ય સમાચારો પણ છે...