હાડમારી:અમરેલીમાં વીજ લાઇનનું સમારકામ ન કરાતા વારંવાર વીજળી ગુલ

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી પીજીવીસીએલએ ગુરૂવારે માત્ર નડતરરૂપ વૃક્ષ કાપ્યા

અમરેલીમાં દિવસે દિવસે વિજ ધાંધીયા જોવા મળે છે. જેના કારણે લોકોને હાડમારી વેઠવી પડે છે. અહી ગુરૂવારે પીજીવીસીએલે સમગ્ર દિવસ દરમિયાન વિજ કાપ રાખ્યો હતો. પણ આ દરમિયાન માત્ર વૃક્ષો જ કાપવામાં આવ્યા હતા. વિજલાઈનનું સમારકામ કરાયું ન હતું. જેના કારણે શહેરના લાઈબ્રેરી રોડ સહિતના વિસ્તારમાં વારંવાર વિજળી ગુલ થઈ રહી છે.

અમરેલી જિલ્લામાં વાવાઝોડા બાદ વિજ તંત્ર ખાડે ગયું છે. ખેતીવાડીથી માંડી શહેરી વિસ્તારમાં વિજળી ધાંધીયા જોવા મળે છે. અમરેલી શહેરમાં છેલ્લા એક માસથી વિજળી વારંવાર ગુલ થઈ રહી છે. લાઈબ્રેરી રોડ, હરિ રોડ, શાકમાર્કેટ રોડ સહિતની સોસાયટીઓમાં દિવસમાં અનેક વખત લાઈટ જતી રહે છે. જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ અનેક ઓફિસોમાં કામગીરી ટલ્લે ચડે છે.

બીજી તરફ ગુરૂવારના દિવસે પીજીવીસીએલે અમરેલીમાં સમગ્ર દિવસ માટે વિજકાપ રાખ્યો હતો. આ દરમિયાન માત્ર વૃક્ષની ડાળીઓ જ કપાઈ હતી. પણ ખરેખર વિજલાઈનનું સમારકામ થયું ન હતું. વિજ વિભાગની કામગીરીમાં આળસના કારણે સામાન્ય લોકોને પરેશાન થવું પડે છે. જિલ્લા મથકમાં વિજ સમસ્યા હોય તો છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં વિજળી મળતી હશે કે નહી તે અંગે પણ સવાલ થઈ રહ્યા છે. વિજ તંત્ર માત્ર વાતોના વડા ફેકી રહ્યું છે. પણ ખરા અર્થમાં કામગીરી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...