મુસાફરોમા ભારે રોષ:મોટા દેવળીયા રૂટની બસ વારંવાર કેન્સલ કરાતાં મુસાફરોને પરેશાની

કોટડાપીઠા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ, રત્નકલાકારોને નાછુટકે ખાનગી વાહનોનો જવું પડે છે

જસદણ ડેપોની જસદણ મોટા દેવળીયા રૂટની બસ જે મોટાદેવળીયામા નાઇટ હોલ્ટ કરી વહેલી સવારે પાંચ વાગ્યે ઉપડતી હોય પરંતુ આ રૂટની બસને વારંવાર કેન્સલ કરી દેવામા આવતી હોય મુસાફરોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જસદણ મોટા દેવળીયા રૂટની આ બસ વાયા ત્રંબોડા, નડાળા, રાણપર, થોરખાણ, ગરણી, પાનસડા, કર્ણુકી, કોટડાપીઠા, જંગવડ વિગેરે ગામોમાથી દોડે છે. આ બસમા અપડાઉન કરતા છાત્રો, રત્નકલાકારો તેમજ મુસાફરોને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાલમા ધોરણ 10-12ની પરીક્ષા ચાલી રહી છે તેવા સમયે પણ આ રૂટ કેન્સલ કરી દેવામા આવતી હોય છાત્રોમા પણ રોષ જોવા મળી રહ્યો છે. છાત્રો પણ આ બસની રાહ જોઇને સમયસર શાળા કોલેજ પહોંચી શકતા નથી.

પ્રશ્નનો ઉકેલ ન આવે તો આંદોલન
કોટડાપીઠા સહિત ગ્રામિણ વિસ્તારના મુસાફરોને હાડમારી વેઠવી પડી રહી હોય આ પ્રશ્નનો ઉકેલ નહી આવે તો આગામી દિવસોમા આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...