તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીતલહેર:ગીરકાંઠામાં હાડ થીજાવતી ઠંડી : ધારીમાં 8.7 ડિગ્રી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • અમરેલીમાં પણ પારાે 10.2 ડિગ્રી પર : દિવસભર ટાઢાેબાેળ પવન ફૂંકાયાે, શિતલહેર હજુ 24 થી 36 કલાક સુધી રહેશે

સમગ્ર સાૈરાષ્ટ્રમા શિતલહેર ફરી વળી છે. અમરેલી પંથકમા પણ હાજા ગગડાવતી ઠંડી પડી રહી છે. ગીરકાંઠામા તાે હાડ થીજાવતુ ટાઢાેડુ ફરી વળ્યું છે. ધારીમા અાજે ન્યુનતમ તાપમાન 8.7 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે અમરેલીમા પણ પારાે 10.2 ડિગ્રી રહ્યાે હતાે. ઠંડીઅે લાેકાેને ઘરમા રહેવા મજબુર કર્યા હતા.

શિયાળાે બરાબરનાે જામ્યાે છે. અામ તાે ચાલુ શિયાળામા ઠંડીના ત્રણ રાઉન્ડ અાવી ગયા છે. પરંતુ છેલ્લા બે દિવસથી અમરેલી પંથકમા શિતલહેર ફરી વળી છે. સમગ્ર અમરેલી જિલ્લામા ટાઢુબાેળ વાતાવરણ છવાઇ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. ખાસ કરીને ગીરકાંઠાના વિસ્તારમા ઠંડીનાે અાકરાે પ્રકાેપ જાેવા મળી રહ્યાે છે. ધારી પંથકમા રેકાેર્ડબ્રેક ઠંડી પડી રહી છે. અામપણ અમરેલી જિલ્લામા સાૈથી વધુ ઠંડી ધારી પંથકમા જાેવા મળે છે. ધારીમા અાજે તાપમાન 8.7 ડિગ્રી નીચે ઉતરી ગયુ હતુ. જેને પગલે અહી જનજીવન થીજી ગયુ હતુ. ધારીની બજારમા માેડે સુધી સાેંપાે જાેવા મળ્યાે હતાે. અહી બપાેરના સમયે બજારમા થાેડી ચહલપહલ જાેવા મળી હતી. પરંતુ સાંજ પડતા જ ફરી લાેકાેની પાંખી હાજરી નજરે પડી હતી.

અાવી જ સ્થિતિ અમરેલી શહેરમા પણ નજરે પડી છે. અહી છેલ્લા બે દિવસથી તાપમાનનાે પારાે 10 ડિગ્રી અાસપાસ ઘુમે છે. અાજે પણ અમરેલી શહેરનુ ન્યુનતમ તાપમાન 10.2 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે મહતમ તાપમાન 24.8 ડિગ્રી નાેંધાયુ હતુ. હવામા ભેજનુ પ્રમાણ 39 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 6.6 કિમીની રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ અમરેલી શહેરનુ ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી હતુ. અમરેલીમા દિવસ ઉગ્યા બાદ પણ માેડે સુધી બજારમા ચહલપહલ જાેવા મળી ન હતી. અા અાકરી શિતલહેર હજુ અાગામી 24 થી 36 કલાક સુધી જળવાઇ રહે તેવી સંભાવના જાેવાઇ રહી છે. લાઠી, લીલીયા, બાબરા, સાવરકુંડલા, વડીયા, કુંકાવાવ અને ખાંભા પંથકમા પણ ઠંડીનાે પ્રકાેપ જાેવા મળ્યાે હતાે.

દરિયાકાંઠાના વિસ્તારમાં અાંશિક રાહત
અમરેલી જિલ્લાના અંદરના વિસ્તારાેમા કાતિલ ઠંડીનુ માેજુ ફરી વળ્યું છે. જાે કે રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારાેમા અહીની સરખામણીમા ઠંડીમા અાંશિક રાહત જાેવા મળી રહી છે. જેને પગલે અહીનુ જનજીવન રાબેતા મુજબ ધબકતુ રહ્યું હતુ.

શેરડી, જીંજરાનંુ ધુમ વેચાણ
અમરેલીની બજારમા છેલ્લા અેક સપ્તાહથી શેરડીનુ ધુમ વેચાણ થઇ રહ્યું છે. અાેણસાલ સિંચાઇ માટે પાણીની સગવડ સારી હાેય શેરડીનુ વધુ વાવેતર થયુ છે. માેટી માત્રામા જીંજરા પણ વેચાઇ રહ્યાં છે.

સાની, ચીકી, ખજુર ખરીદવા પડાપડી
શિયાળાની ઋતુમા અામેય લાેકાે શરીરને તંદુરસ્ત રાખવા પાૈષ્ટિક ખાેરાક અારાેગે છે. તેમાય ખાસ કરીને ખજુર, તલની સાની, અડદીયા, ગુંદરપાક વિગેરે ખરીદવા લાેકાે પડાપડી કરે છે. તાે રાત્રીના સુમારે પણ લાેકાે મસાલાયુકત કાવાે પીવા તેમજ થાબડીવાળુ દુધ પીવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો