સુવિધા:આજથી અમરેલીમાં દર્દીઓને ફ્રી તબીબી સાધનોની સુવિધા

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારહી યુથ ક્લબ જરૂરિયાતમંદ દર્દીઓને અનોખી સેવા પૂરી પાડશે
  • ડીપોઝીટ લઇ બેડ, વ્હીલચેર, લાકડી સહિતના સાધનો વાપરવા અપાશે

અમરેલીમાં આવતીકાલથી દર્દીઓની સેવા માટે સારહી યુથ ક્લબ ઓફ દ્વારા નિશૂલ્ક તબીબી સાધનો અર્પણ કરશે. જે ફકત દર્દી ઉપયોગમાં લઈ શકશે. અમરેલીમાં સારહી યુથ ક્લબે દર્દી નારાયણની સેવામાં વધુ એક પગલું ભર્યું છે. અહી તબીબી સાધનોની જરૂરીયાતવાળા લોકોને નિશૂલ્ક સાધનો પુરા પાડવામાં આવશે. આવતીકાલે સવારે 10 કલાકે કેરીયારોડ પર પટેલ કન્યા છાત્રાલય ખાતે સાધન વિતરણ કાર્યક્રમ યોજાશે.

અહી સેવાયક્ષમાં દર્દી પાસેથી ડીપોજીટ લઈ અને સાધનો વાપરવા આપવામાં આવશે. જરૂરીયાતવાળા દર્દઓએ નિશૂલ્ક તબીબી સાધનનો લાભ લેવા સારહી યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીએ અપીલ કરી છે.તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતવાળા દર્દીઓને બેડ, વ્હીલચેર, લાકડી, ટોયલેટ ચેર, એર બેડ, વોટરબેડ, વિગીરે સાધનો પુરા પડાશે.આ પ્રસંગે એનસીયુઆઈના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાસંદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અને ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિમાં આ સેવાનો શુભારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...