જાફરાબાદમા રહેતા એક આધેડે જમીનની ખરીદી કરી હોય બાદમા ટાઇટલ કલીયર થયેલ દસ્તાવેજ કરી આપશુ કહી અન્ય વ્યકિતને જમીનનો દસ્તાવેજ કરી આપી બાના પેટે આપેલ સાત લાખ પરત ન કરી છેતરપીંડી આચરતા આ બારામા તેમણે બે શખ્સો સામે જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.
અહી રહેતા શંકરભાઇ ભીખાજીભાઇ બારૈયા (ઉ.વ.59) નામના આધેડે જાફરાબાદ પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેમણે જમીન ખરીદ કરેલ હોય અને પાલાભાઇ દાનાભાઇ વાઘેલા મૃત્યુ પામ્યા હોય બાદમા નાગરભાઇ દાનાભાઇ વાઘેલા અને નાનજીભાઇ ભાયાભાઇ બારૈયાએ કહેલ કે ટાઇટલ કલીયર થયેલ દસ્તાવેજ કરી આપશુ.
જો કે બાદમા તારીખ 27/3/18ના રોજ બંને શખ્સોએ આધેડની જાણ બહાર શૈલાબેન બાબુભાઇ ઓઝા નામના વ્યકિતને જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જેથી શંકરભાઇએ બાના પેટે આપેલ રૂપિયા સાત લાખની માંગણી કરતા બંનેએ પૈસા આપવાની ના પાડી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચુડાસમા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.