છેતરપીંડી:શહેરમાં પેટ્રોલ પંપના માલિક સાથે 2 ભાગીદારોની 22 લાખની છેતરપીંડી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2018ની સાલથી ભાડાની રકમ બારોબાર ચાંઉ કરી ગયા
  • બંને સામે માલિકે​​​​​​​ અમરેલી પોલીસમાં નોંધાવી ફરિયાદ

અમરેલીમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ પેટ્રોલ પંપમાં બે ભાગીદારોએ અન્ય એક ભાગીદારના ભાગે આવતી રૂપિયા 22 લાખની ભાડાની રકમ નહી આપી છેતરપીંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અમરેલીમાં બ્રાહ્મણ સોસાયટીમાં સ્વામિનારાયણનગર ખાતે રહેતા જીલુભાઈ નનકુભાઈ ધાંધલે આ બારામાં હાલમાં રાજકોટમાં રહેતા ભાગીદાર પ્રદિપકુમાર જયંતિલાલ વિઠલાણી અને રમેશકુમાર જયંતિલાલ વિઠલાણી સામે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં તેણે જણાવ્યું છે કે અમરેલીના મોટા બસ સ્ટેન્ડ સામે તેમનો પેટ્રોલ પંપ આવેલો છે. જેના તેઓ ભાગીદાર હોય તે જગ્યાનું ભાડુ તેમને મળવું જોઈએ પરંતુ વર્ષ 2018થી બંને શખ્સોએ તેમને ભાડું ચુકવ્યું નથી. આ રીતે બંનેએ તેમની સાથે રૂપિયા 22 લાખની છેતરપીંડી આચરી છે. એટલું જ નહી પેટ્રોલ પંપની ડીલરશીપ તથા 1061 વારની જગ્યામાં તેમનો હિસ્સો ન હોવા છતાં સંપૂર્ણ વળતર લઈ લીધા પછી પણ 100 ટકા હિસ્સો તેમના નામે નહી કરી છેતરપીંડી આચરી હતી.

અન્ય સમાચારો પણ છે...