ખાણખનીજ વિભાગની કાર્યવાહી:અમરેલીમાં ઓવરલોડ અને ખનીજનું અનધિકૃત વહન કરી રહેલા ચાર ટ્રક જપ્ત કર્યા

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અને તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી કરોડોના વાહન જપ્ત કર્યા

અમરેલી જિલ્લામાં ખાણ ખનીજ અમરેલીની તપાસ ટીમ દ્વારા ચેકીંગની કામગીરી કરવામાં આવતા, કુંકાવાવ-વડીયા રોડ પર ચેકીંગ દરમ્યાન કુલ 04 ટ્રકને પકડવામાં આવ્યા હતા, તેમાં 03 ટ્રકમાં કારબોસેલ ખનીજ ઓવરલોડ વહન તથા 01 ટ્રકમાં રેતી ખનીજ અનઅધિકૃત વહન કરવા બાબતે પકડવામાં આવ્યા છે. ખાણ ખનીજ અમરેલી દ્વારા 04 ટ્રક મળી કુલ રુ.1,15,00,000 (એક કરોડ પંદર લાખ)નો મુદ્દમાલ સીઝ કરવામાં આવ્યો છે. આ અંગે આગળ તપાસ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે

બિનઅધિકૃત રીતે દોડતા વાહનો ઉપર તવાય બોલાવી
ખનીજ ચોરી અને ઓવરલોડિંગ વાહનો ઉપર ચેકીંગ કરી કાર્યવાહી હાથ ધરી છે. વડિયા કુંકાવાવ રોડ ઉપર મામલતદાર ટીમ દ્વારા ખાખરીયા રોડ ઉપર રેતી ભરેલી ટ્રક અનઅધિકૃત રીતે રેતી ભરેલી ટ્રક હેરાફેરી કરતા ઝડપી પાડી સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી તાલુકાના કેરિયા નાગસ ખાતે ગેરકાયદેસર ખનન કરતા વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. કેરિયા નાગસ લાલાવદર રોડની કામગીરી શરુ છે ત્યારે આ કામગીરી દરમિયાન વાહનો દ્વારા ગેરઉપયોગ થઈ રહ્યો હોવાનું ધ્યાને આવતા, અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારી, અમરેલી તાલુકા મામલતદાર અને સર્કલ ઓફિસરની ટીમ દ્વારા તે વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા. અહીં વગર મંજૂરીએ માટી ચોરી કરતા કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રુ.20 લાખનું ડમ્પર અને રુ.20 લાખનું મશીન જપ્ત કરી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું છે. હાલ સમગ્ર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર એક્સન મોડમાં આવી કડક હાથે કાર્યવાહી કરી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...