લાઠી તાલુકાના ટોડા ગામે જમીનમાથી ગેરકાયદે ખોદકામ કરી માટી ચોરી કરી રહેલા ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે અહીથી બે ડમ્પર, જેસીબી મળી કુલ રૂપિયા નવ લાખનો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. માટી ચોરી ઝડપાયાની આ ઘટના લાઠીના ટોડામા બની હતી. લાઠી પોલીસે બાતમીના આધારે અહી તપાસ કરતા અહી આવેલ ખોડિયાર માતાજીના મંદિર પાછળ જમીનમાથી ગેરકાયદે ખોદકામ કરી માટી ચોરી કરવામા આવી રહી હતી. પોલીસે અહીથી જેસીબી નંબર જીજે 14 પીએમ 4356 અને ડમ્પર નંબર જીજે 21 ડબલ્યુ 1855 તેમજ ડમ્પર નંબર જીજે 09 વાય 9935 કબજે લીધુ હતુ.
પોલીસે આરીફ પલતુભાઇ ખાન, સાગર જીતુભાઇ સરવૈયા, વિઠ્ઠલ ભીમજીભાઇ રાઠોડ સહિત ચાર શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીથી બે ડમ્પર અને જેસીબી મળી કુલ રૂપિયા નવ લાખનો મુદામાલ કબજે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.