અકસ્માત:અમરેલીના નાના માસિયાળા નજીક કાર અને બાઈક વચ્ચે ટક્રકર થતા ચાર લોકો ઘાયલ, કારમાંથી દારૂની બોટલ મળી આવી

અમરેલીએક મહિનો પહેલા
  • અકસ્માત સર્જયા બાદ કારમાં સવાર લોકો કાર મૂકી નાશી ગયા

અમરેલી જિલ્લાના માસિયાળા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જી કારમાં સવાર લોકો નાશી છૂટ્યા હતા. સ્થાનિક લોકોએ અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા કારમાંથી એક ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. જેનો સ્થાનિકોએ વીડિયો બનાવી વાઈરલ કર્યો હતો.

અમરેલી તાલુકાના માસિયાળા ગામ પાસે ગતરાત્રિએ એક કાર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કાર રસ્તાની બાજુ પર ઉતરી ગઈ હતી. અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને કારની તલાશી લીધી હતી. જેમાંથી કોઈ મળી આવ્યું ન હતું. જો કે, કારની તલાશી દરમિયાન કારમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...