હુમલો:થોરડીમાં ખુનની કોશિષમાં ફરાર ચાર શખ્સ ઝડપાયા

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેંસ બાંધવા મુદ્દે આધેડ પર હુમલો કર્યો હતો

સાવરકુંડલાના થોરડીમાં ખુનની કોશીષમાં ફરાર ચાર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. અહી ભેંસો બાંધવા મુદ્દે ચાર લોકોએ આઘેડ સાથે બોલાચાલી કરી તેમને લોખંડના પાઈપ અને કુહાડા વડે હુમલો કર્યો હતો. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.થોરડીમાં જયસુખભાઈ બાવચંદભાઈ વેકરીયા તેમના પર હુમલાની સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સાવરકુંડલાના ડીવાયએસપી કે.જે. ચૌધરી તથા સર્કલ પીઆઈ કે.સી. રાઠવાએ આરોપીને ઝડપી પાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

ત્યારે સાવરકુંડલા રૂરલ પોલીસના પીએસઆઈ એ.એન. વાઘેલાની રાહબરી નીચે ભગીરથસિંહ, યુવરાજભાઈ, વરજાંગભાઈ, હુશૈનભાઈ, મેહુલભાઈ, મનુભાઈની ટીમે ખુનની કોશીષ કરનાર જમાલ બચુભાઈ મહીડા, અબ્દુલ ઉર્ફ અબો બચુભાઈ મહીડા, મહેબુબ અબ્દુલભાઈ મહીડા અને જહાંગીર જમાલભાઈ મહીડાને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...