કારે દંપતીને ફૂટબોલની માફક ફંગોળ્યા:અમરેલીના બાબરામાં કારે બાઈકને અડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત, 4 દિવસ પહેલાના અકસ્માતના CCTV આવ્યા સામે

અમરેલી2 મહિનો પહેલા
  • પૂરઝડપે દોડતી કારની અડફેટે આવતા બાઈક સવાર દંપતી ફૂટબોલની માફક દંપતી ફંગોળાયું હતું

અમરેલી જિલ્લાના બાબરા પાસેથી પસાર થતા રાજકોટ-ભાવનગર હાઈવે પર ચાર દિવસ પૂર્વે સર્જાયેલા અકસ્માતના શોકિંગ CCTV સામે આવ્યા છે. બાઈક સવાર દંપતીને એક કારચાલકે અડફેટે લેતા દંપતી ફૂટબોલનું માફક રસ્તા પર ફંગોળાયું હતું. પત્નીનું મોત નિપજ્યું હતું જ્યારે પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના નજીક આવેલા પેટ્રોલપંપના સીસીટીવીમાં કેદ થઈ હતી.

બાબરા પાસે અકસ્માત સર્જાયો હતોગુરૂવારના રોજ રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર અમરેલી જિલ્લામાં બાબરા નજીક અકસ્માત સર્જાયો હતો. જસદણ તરફથી પતિ-પત્ની બાઇક લઈ હાઇવે ઉપર પસાર થતા હતા, ત્યારે પાછળથી પૂરપાટ સ્પીડે આવતી કારે બાઈકને ટક્કર મારી દેતાં વૃદ્ધ દંપતીનો અકસ્માત સર્જાયો હતો. જેના કારણે પત્ની ભાવનાબેન પરવાડિયાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ પતિ જગદીશભાઈને ગંભીર ઇજા થતા તેમને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માત સર્જનારી કારમાં કાચ ફૂટી ગયા હતા અને નુકસાન પણ સર્જાયું હતું.

અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈગુરુવારે બનેલી અકસ્માતની ઘટના હાઈવે પર આવેલા પેટ્રોલ પંપના CCTVમાં કેદ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, રસ્તા પરથી પસાર થતા દંપતીને પાછળથી પુરપાટ ઝડપે આવેલી કારનાચાલકે અડફેટે લેતા દંપતી અને તેનું મોટરસાયકલ ફૂટબોલની માફક ફંગોળાયું હતું.

અન્ય સમાચારો પણ છે...