બુટલેગરો પર સકંજો કસ્યો:ધારી અને અમરેલી પંથકના ચાર બુટલેગર પાસા હેઠળ જેલમાં ધકેલાયા

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી જિલ્લા પોલીસવડા સુચના કાર્યવાહી હાથ ધરવામાં આવી
  • ચૂંટણી પહેલા પોલીસે બુટલેગરો પર સકંજો કસ્યો

ચુંટણી દરમિયાન રાજકીય પક્ષો કે કાર્યકરો મતદારોને દારૂનુ પ્રલોભન આપતા હોય છે. જો કે અમરેલી જિલ્લામા પોલીસે ચુંટણી પુર્વે જ બુટલેગરોને સાણસામા લીધા છે અને ચાર બુટલેગરોને પાસા હેઠળ જેલમા ધકેલાયા છે. અમરેલી જિલ્લા પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી આ ચાર બુટલેગરો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઇ હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે ચુંટણી દરમિયાન તટસ્થ અને નિર્ભય રીતે મતદાન થાય તે માટે પાસા અને તડીપાર જેવા પગલા લેવાઇ રહ્યા છે.

જે અંતર્ગત અમરેલીના રોકડીયાપરામા રહેતા જીતુ લખુ ખાખડીયા (ઉ.વ.45) ધારીના દલખાણીયામા રહેતા શબ્બીર ઉર્ફે શબુ આમન નાયા (ઉ.વ.37) ધારીના ભરડ ગામે રહેતા દિલીપ ઉર્ફે દીપુ ઓઢા સાભાડ (ઉ.વ.26) અને મુળ કરજણના તૌસીફ ઇનાય સિંઘી (ઉ.વ.26) નામના શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાઇ હતી.જિલ્લા મેજીસ્ટ્રેટે આ પાસાની દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતા એલસીબી પીઆઇ એ.એમ.પટેલ તથા તેની ટીમે ચારેયની પાસા હેઠળ ધરપકડ કરી હતી. જીતુ ખાખડીયાને સુરતની લાજપોર જેલમા, શબ્બીર નાયાને પાલનપુર જેલમા, દિલીપ સાભાડને અમદાવાદ મધ્યસ્થ જેલ અને તૌસીફ સીંધીને પોરબંદર મધ્યસ્થ જેલમા ધકેલી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...