અમદાવાદ શહેરમાંથી ATS દ્વારા ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સ મામલે તપાસ હાથ ધરાતા અમરેલી જિલ્લા સુધી તપાસ લંબાઈ છે. ડ્રગ્સ મામલે જે ચાર લોકોના નામ ખૂલ્યા છે તે અમરેલી જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
ગુજરાત ATSએ અમદાવાદ શહેરમાં બાતમીના આધારે વસ્ત્રાપુર એક એપારમેન્ટના 402 ફ્લેટ માંથી માદક પદાર્થની હેરાફેરી ચાલતી હોવાની માહિતીને લઈ ગુજરાત ATSની ટીમ ત્રાટકી હતી. જેમાં સોહિલ ઉર્ફે સાહિલ જુબેરભાઈ શિરામાન,બસીત સમાં બને રહેવાસી સંધિ સોસાયટી મોટા લીલીયા જી.અમરેલી અહીંથી 19.85 ગ્રામ એમ્ફેટામાઇન 60.53 ગ્રામ એપીઓઈડ ડેરીવેટીવ્ઝ 321.52 ગ્રામ ચરચ તથા 3.235 કિ.ગ્રા.ગાંજો મળી કુલ 3.637 કિલો ગ્રામ કિંમત રૂ.8,28,285નો જથા સાથે પકડી પાડ્યા બાદ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ આરોપી દ્વારા એક ફર્જી ઇ-કોમર્સ વેબસાઈટ બનાવવા આવી હતી જેના માધ્યમથી આ પદાર્થનો ઓડર લેતા હતા જે ઓડર પોહચાડવા માટે તેઓ એમેઝોન કંપનીના કવરનું પાર્સલ બનાવી તેને પ્રાવેઇટ કુરિયર અથવા ટાવેલર્સ દ્વારા પોહચાડતા હતા.
ATSની તપાસ અને પૂછપરછમાં આ નશાના કારોબારનું રેકેટ માસ્ટર માઇન્ડ આકાશ કનુભાઈ વીંઝવા રહે રાજુલા વાળો ચલાવતો હતો ત્યારબાદ અમરેલી જિલ્લામાં એટીએસની ટીમ પહોંચી આકાશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી જેમાં રાજુલા ખાનગી ટ્રાવેલ્સ માંથી એક શંકાસ્પદ ગઈ કાલે ગાંજા નું પાર્સલ પણ મળી આવ્યું હતું.સમગ્ર નશાનાકારોબાર નું નેટવર્ક અમદાવાદ બાદ સીધું કનેક્શન અમરેલી જિલ્લામાં બહાર આવ્યું છે ત્યારે હાલ ત્રણેય આરોપીની પૂછ પરછ અને તપાસ એટીએસ ચલાવી રહી છે હજુ મહત્વના ઘટસ્ફોટ થઈ શકે છે સોહિલ,બસિત, આકાશ આ ત્રણેય એટીએસના હાલ સકંજામાં છે ત્યારબાદ રાજુલાના કોવાય ગામના કરણ વાઘ નામના યુવકનું નામ ખુલ્યું છે જે ફરાર છે તેમની શોધખોળ ચાલી રહી છે આમ ચારેય આરોપી અમરેલી જિલ્લાના છે 2 લીલીયાના અને 1 રાજુલા અને 1 રાજુલાના કોવાયા ગામનો રહેવાસી છે.
1 મહિના પહેલા પીપાવાવ પોર્ટ માંથી એટીએસ દ્વારા 1 કન્ટેનર હેરોઇન સહિત નશાનો પદાર્થ મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો ત્યારબાદ ફરી વસ્તાપુર વિસ્તાર માંથી નશિલો પદાર્થ મળી આવતા અમરેલી જિલો પણ હાલ એટીએસના લડારમાં આવ્યો છે ત્યારે હવે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે નામો ખુલી શકે છે.
માસ્ટર માઇન્ડ આકાશ અને ફરાર કરણ બંને મિત્રો હોવાનું જાણવા મળી રહ્યું છે રાજુલા વિસ્તારમાંથી સતત અમદાવાદ રહેતા હતા અને આવતા હતા તેમના પરિવારો રહેણાંક મકાનો રાજુલા વિસ્તારમાં છે ત્યારે આ નશીલા પદાર્થનું નેટવર્ક ચલાવવા માટે કેવી રીતે પ્લાન કર્યો અને અન્ય કોણ કોણ મદદ કરતુ હતું.? આકાશ 8 દિવસ પહેલા રાજુલા પોલીસ દ્વારા એક માધવ પાર્ક હોટલમાં વેપારી ડોકટરો સાથે દારૂની મહેફિલ સાથે પકડાયો હતો ત્યારબાદ સીધું નશીલા પદાર્થમાં નામ ખુલતા સમગ્ર પંથકમાં સર્ચા નું કેન્દ્ર બન્યો ચારેય આરોપી દ્વારા અમરેલી જિલ્લામાં કોને કોને અત્યાર સુધીમાં ડિલિવરી કરી છે કે કેમ? અન્ય જિલ્લામાં ડિલિવરી કરતા હતા કે કેમ? સહિત સવાલોના ઘેરામાં આ ચારેય આરોપીઓ છવાયા છે.
રાજુલા પીપાવાવ જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ઉધોગઝોન વિસ્તાર છે અહીં મસમોટા ઉધોગો અને દેશ વિદેશ અન્ય રાજ્યના પરપ્રાંતીય લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે અહીં સ્થાનિક લોકોને ડિલિવરી આપી છે કે કેમ? સહિત અનેક દિશામાં તપાસ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.