દાન:જાફરાબાદમાં આવેલા મોક્ષધામના રીપેરિંગ માટે પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ રૂપિયા 2.51 લાખનું અનુદાન આપ્યું

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડાના કારણે મોક્ષધામમાં જર્જરિત થયું હતું
  • સર્વ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી આ સેવા યજ્ઞની કામગીરી હાથ ધરી

અમરેલી જિલ્લાના દરિયા કાંઠે તાઉતે વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું હતું. રહેણાંક મકાનોમાં, વાડી વિસ્તાર સહિત તમામ જગ્યાએ વ્યાપક નુકસાન થયું હતું. ત્યારે જાફરાબાદમાં આવેલા મોક્ષધામમાં પણ ભારે નુકસાન થયું હતું. જેને લઈ સરકારના પૂર્વ સંચદીય સચીવ અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આ બાબતે સ્થાનીક વેપારી પ્રતિનિધિમંડળને રૂબરૂ બોલાવી રૂપિયા 2.51 લાખનું અનુદાન આપ્યું હતું.

તોકતે વાવાઝોડાના કારણે જાફરાબાદના મોક્ષધામમાં ભારે નુકસાન પહોંચતા મોક્ષધામ જર્જરિત બન્યું હતું. જેથી આગેવાનો દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને આ બધાને યોગ્ય કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સરકારના પૂર્વ સંચદીય સચીવ અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા આ બાબતે સ્થાનીક વેપારી પ્રતિનિધિમંડળને રૂબરૂ બોલાવી રૂપિયા 2.51 લાખનું અનુદાન આપ્યું હતું અને વહેલી તકે કામ પૂર્ણ કરવા ચર્ચાઓ કરી હતી. આ તકે હર્ષદ મહેતા, જયેશ ઠાકર, વિજય જોષી સહિતના સર્વ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા યજ્ઞની કામગીરી હાથ ધરી છે.

પૂર્વ સંચદીય સચીવ હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, તાઉતે વાવાજોડા સમયે અહી મોટા બાજ દરિયા કાંઠે હતા. તેના અથડાવવાના કારણે અહીં હરભોલે આશ્રમમાં ઘણું મોટું નુકસાન ગયું હતું. અહીં આવેલા મોક્ષધામમાં પણ મોટું નુકસાન થતા દીવાલ અને મોક્ષ ધામ રીપેરીંગ કરવા માટે સ્થાનીક કમિટી અને દરેક સમાજના અગ્રણીઓ મારી સમક્ષ આવ્યાં હતા. જેથી કાળી ચૌદશના આજના દિવસે મેં રૂપિયા 2.51લાખની મદદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...