• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Former General Secretary Of Amreli District BJP And President Of Vishwa Hindu Parishad Organizes Ganesh Yatra In Rajula City

ગણેશ મહોત્સવ:અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ દ્વારા રાજુલા શહેરમાં ગણેશ યાત્રાનુ આયોજન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયોજકોને માસ્ક અને પ્રસાદી વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યાં આ યાત્રામાં વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ જોડાયા

રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને પૂર્વ મહામંત્રી દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ગણેશ યાત્રાનું આયોજન કરાયુ હતું. જેમાં આયોજકોને માસ્ક અને પ્રસાદી વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતા. રાજુલા શહેરના 10 કરતા વધુ વિસ્તાર અને ચોક મંડળ સુધી આ યાત્રા પહોંચી હતી. જેમાં વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ જોડાયા હતા. ગણેશ ઉત્સવના અયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ સમગ્ર આયોજન પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણ અને રાજુલા શહેર વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ બીપીનભાઈ વેગડા દ્વારા કરવામા આવ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સાથે ગણેશ યાત્રા કાઢીવિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા દ્વારા રાજુલા શહેરમાં જન્માષ્ટમી, રથયાત્રા, રામનવમી સહિતના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, શહેરમાં ગલી ગલીમાં ગણેશજીની પ્રતિમાંનું સ્થાપન કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મને વિચાર આવ્યો કે આ લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જેથી અમે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સાથે ગણેશ યાત્રા કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...