અધુરા કામો પૂર્ણ કરવા માંગણી:કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સુજલામ સુફલામ યોજના અંતર્ગતના કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લામાં જુદા-જુદા કામો અધૂરા હોવાની રજૂઆત કરી
  • રાજય સરકાર હસ્તકના કુલ 1430 કામમાંથી 1289 કામોના ઓડર આપાયા હતા
  • 31 મે સુધીમાં 61 કામો પુરા થયા છે, હજુ પણ 1175 કામોપ્રગતિમાં

ગુજરાત કોંગ્રેસ પક્ષના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત અધૂરા રહેલા કામો પૂર્ણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર મારફતે રજૂઆત કરી છે.સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લામાં આ યોજના અંતર્ગત જુદા-જુદા કામો અધુરા હોવાની રજૂઆત કરી છે.

પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગતના કામો તાત્કાલિક ધોરણે પુરા કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લામાં જુદા-જુદા કામો અધૂરા હોવાની પણ રજુઆત કરાઈ છે. રાજય સરકાર હસ્તકના કુલ 1430 કામમાંથી 1289 કામોના ઓડર આપ્યા છે. 31 મે સુધીમાં 61 કામો પુરા થયા છે. જોકે, હજુ 1175 કામો હાલ પ્રગતિમાં છે.

અમરેલી જિલ્લામાં સ્ટેટ અને પંચાયત નીચેના કામો અધૂરા હોવાની પણ રજુઆત કરાય છે. અમરેલી જિલ્લામાં સ્ટેટ વર્ક ઓડર મુજબ 79 કામો છે. તેમાંથી પુરા થયેલા 22 કામો છે. સ્ટેટ નીચેના 57 કામો અધૂરા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. જિલ્લા પંચાયત હસ્તકના વર્ક ઓડર મુજબ 51 કામો છે તેમાંથી 34 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે 13 કામો હજુ પણ અધૂરા છે.

અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા રાજય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાની આંકડાકીય માહિતી સાથે પત્ર મારફતે મુખ્યમંત્રીને રજૂઆતો કરી આ કામો તાત્કાલીક પૂર્ણ કરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...