ભાજપને ઝટકો:બગસરા APMCના પૂર્વ ચેરમેન ભાજપનો સાથ છોડી આપ પાર્ટીમાં જોડાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે અમરેલીના બગસરા APMCના પૂર્વ ચેમેન કાંતિ સતાસીયાએ ભાજપનો ખેસ ઉતારી આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે. અરવિંદ કેજરીવાલના હસ્તે ખેસ પહેરી આપ પાર્ટીમાં જોડાયા છે. અમરેલીના દિલીપ સંઘાણી, બાવકુ ઊંધાનના નજીકના આગેવાન આપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે.
આપના કાર્યકરોમાં ઉત્સાહ
બગસરા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન કાંતિ સતાસીયા ભાજપનો સાથ છોડીને આજે અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેથી ધારી બેઠક પરના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. કાંતિ સતાસીયા અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડના નજીકના નેતા માનવામાં આવતા હતા. કાંતિ સતાસીયા અચાનક આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરતા રાજકારણ ગરમાયું છે.
ધારી-બગસરા વિધાન સભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના કાંતિ સતાસીયા વિધાનસભાની ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. બીજી તરફ ચલાલા વિસ્તારના ઉપેન્દ્ર વાળાએ પણ આપ પાર્ટીમાંથી ટિકિટની માગ કરી છે.
ધારી બેઠક પર આપનું જોર સૌથી વધુ
અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સૌથી વધારે જોર ધારી વિધાનસભા બેઠક ઉપર છે. જેના કારણે ધારી બેઠક કબજે કરવા આપ પાર્ટીના કાર્યકરો સતત દોડધામ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...