• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Former BJP Leader Manubhai Adroja Said 'Parliament Has Not Worked Even 13 Paisa Out Of 13 Crore Grant For Sports Equipment'.

અમરેલીના સાંસદ સામે આક્ષેપ:ભાજપના પૂર્વ આગેવાન મનુભાઈ આદ્રોજાએ કહ્યું- 'રમતગમતના સાધનોની સાંસદની 13 કરોડની ગ્રાન્ટમાંથી 13 પૈસાનું પણ કામ નથી કર્યું'

અમરેલી20 દિવસ પહેલા
  • સાંસદે સંપર્ક કરાતા કહ્યું- 'હું મીટીંગમાં છું પછી વાત કરીએ'

ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયે અમરેલીના સાંસદ નારણ કાછડીયા ઉપર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપથી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. અમરેલી ખાતે પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન મનુભાઈ આદ્રોજા દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજી સાંસદની ગ્રાન્ટ બાબતે એક પણ કામો થયા ન હોવાના દાવા સાથે આક્ષેપો કર્યા હતા. ઉપરાંત તેમની પાસે પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે.

25 કરોડનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ
પ્રેસકોન્ફ્રન્સમાં મનુભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું કે, હું ખોટા આક્ષેપો નથી કરતો. પુરાવા સાથે શાન બાનમાં બોલું છું. અધિકારીઓની સાઈન સાથેના પુરાવા મારી પાસે છે. 25 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. મારે પાર્ટી સામે કોઈ વાંધો નથી. મારે તો ભષ્ટાચાર સામે વાંધો છે. અમરેલી લોકસભાના સાંસદ નારણભાઇ કાછડીયાની 13 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં 13 પેસાનું પણ કામ થયું નથી. 100% ભષ્ટાચાર થયો છે. શાળામાં રમતગમત માટે આપેલી ગ્રાન્ટમા રમતગમતના સાધનોની ખરીદી કરવાની હતી જેમાં કોઈ શાળામાં રમતગતમના સાધનોની ખરીદી કરી નથી બિલ ચૂકવી દીધા છે.

સાંસદનો સંપર્ક કરાતા કહ્યું- હું મીટીંગમાં છું પછી વાત કરું
સમગ્ર મામલે દિવ્યભાસ્કર દ્વારા સાંસદ નારણ કાછડીયાનો સંપર્ક કરી પૂછતાં કહ્યું હતું કે, હું મિટિંગમાં છું પછી વાત કરીએ.

અન્ય સમાચારો પણ છે...