તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હીરેન હીરપરાને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બનાવાયા

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલીપ સંઘાણીના પુત્રને સંગઠનમાં સ્થાન આપવામા આવ્યું

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ ભાજપ મોરચાના અલગ અલગ પદાધિકારીના નામ આજે જાહેર કર્યા જેમા અમરેલી જિલ્લા માંથી 3 વ્યક્તિ ઓની પસંગી કરાય છે જેમા પ્રથમ પ્રદેશ ભાજપ કિસાન મોરચા મહામંત્રી તરીકે હીરેન હીરપરાની વરણી કરાય છે સાથે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી તરીકે મયુર માંજરીયાની વરણી કરાય છે સાથે પ્રદેશ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મનીષ સંઘાણીની વરણી કરાય છે આમ અમરેલી જિલ્લાના ત્રણ વ્યક્તિ ને પ્રદેશ ભાજપમા સ્થાન આપવામાં આવ્યું છે.

કોણ છે હીરેન હિરપરા?અમરેલી જિલ્લા ભાજપમા મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવનાર યુવા ચેહરો હીરેન હીરપરા ખેડુત પુત્ર છે ધારીના દિતલા ગામમા રહે છે હજુ પણ ખેતી કામ કરે છે 1998 થી 2009 સુધી ધારી તાલુકા યુવા પ્રમુખ તરીકે સતત 3 ટર્મ કામગીરી કરી છે 2009 થી 2016 સુધી ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી તરીકે ફરજ બજાવી હતી 2016 થી 2020 સુધી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી.

દિલીપ સંઘાણીના પુત્રને ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામા આવીઅમરેલી ભાજપના દિગ્ગજ નેતા દીલીપ સંઘાણી નાસ્કોબ ચેરમેન અને સહકારી ક્ષેત્રે દીલીપ સંઘાણી નો દબદબો છે તેવા સમયે તેમના પુત્ર મનીષ સંઘાણી ને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાય છે સાથે બક્ષીપંચ મોરચા પ્રદેશ મંત્રી તરીકે કાઠી ક્ષત્રીય સમાજના સક્રિય ભાજપ કાર્યકર અને એડવોકેટ મયુર માંજરીયાની વરણી કરાય છે મયુર માંજરીયા દીલીપ સંઘાણી જૂથ ના કાર્યકર હોવાને કારણે તેમને મહત્વ જવાબદારી મળી હોવાનુ ભાજપ વર્તુળમા સર્ચાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...