પરિવારવાદનો આક્ષેપ:અમરેલી ભાજપના પૂર્વ મહામંત્રી રણજીત વાળાએ સહકારી આગેવાન દિલીપ સંઘાણી સામે મોર્ચો ખોલ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • યાર્ડની ચૂંટણીમાં ભાજપના આગેવાનોએ કૉંગ્રેસ સાથે સાંઠગાંઠ કરી હોવાનો આક્ષેપ

12મી તારીખે અમરેલી APMCનીચૂંટણી યોજાવાની છે તે પૂર્વે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમરેલી તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ ખુલ્લીને સહકારી આગેવાન દિલીપ સંઘાણી સામે આક્ષેપ કર્યા છે. અમરેલી ભાજપમાં પરિવારવાદ ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે.

12મી તારીખે અમરેલી APMCની ચૂંટણી
અમરેલી APMCની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરિફ થઈ છે. જ્યારે ખેડૂત પેનલમાં અમરેલી તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી રણજીત વાળાએ ઝંપલાવતા 12મી તારીખે ચૂંટણી યોજાવાની છે. અમરેલી APMCની ચૂંટણીમાં ભાજપના આગેવાનો કૉંગ્રેસ સાથે સાંઠગાંઠ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

રણજીત વાળાએ દિલીપ સંઘાણી પર પરિવારવાદનો આક્ષેપ કર્યો
અમરેલી તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી રણજીત વાળા એ જણાવ્યું હતું કે, અમરેલીમાં ભાજપ-કોંગ્રેસની સાંઠગાંઠ ચાલે છે. હું અવાર નવાર પ્રદેશ સુધી રજુઆત કરું છું. કેમ આવા લોકો સામે પાર્ટી પગલાં ભરતી નથી. અમરેલીમાં વર્ષોથી એકજ પરિવારનો કબજો છે. દિલીપભાઇ સંઘાણી તેમના ભાઈ મુકેશ સંઘાણી, તેમનો પુત્ર મનીષ સંઘાણી મધ્યસ્થ સહકારી બેન્ક સહિત વિવિધ હોદા અને ભારતીય જનતા પાર્ટીનો પાછળથી બધો વહીવટ સંઘાણી કરે છે. યાર્ડમાં કોંગ્રેસને સાથે રાખી ચૂંટણી કેમ લડે છે? 2022 વિધાન સભા ચૂંટણીમાં ભાજપના કાર્યકરોને શુ કરવાનુ? આમ આ વીડિયોને લઈ રાજકીય ભૂકંપ સર્જાયો છે.

દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા આક્ષેપ અંગે દિલીપ સંઘાણીનો સંપર્ક કરતા શ્રીનગર હોવાને કારણે તેમનો સંપર્ક થતો નથી. જેના કારણે તેમની પ્રતિક્રિયા મળી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...