તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુપ્રેમી:અમરેલીમાં લોકો અને પશુઓની સેવા માટે જીવદયા ટ્રસ્ટની રચના

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં બીમાર, ઘવાયેલ પશુ માટે હોસ્પિ. નિર્માણ થશે
  • કલકત્તાના દાતા દ્વારા દર્દીઓ માટે ફ્રૂટ, દવા અને ઓક્સિજનની સેવા પુરી પડાઈ

અમરેલીમાં અખાત્રીજના દિવસે મોટા માચિયાળાના વતની ચંદ્રકાંતભાઇ વોરાએ નાગરિકો અને પશુઓની સેવા માટે માનવકુંવરબેન તલકચંદ વોરા જીવદયા ટ્રસ્ટની રચના કરી હતી. તેમજ જિલ્લાભરમાં કોરોના કાળમાં દર્દીઓને ફ્રૂટ, દવા અને ઓક્સિજનની સેવા પુરી પાડી હતી. આગામી દિવસોમાં પશુ હોસ્પિટલનું નિર્માણ કરાશે. અમરેલીના મોટા માચિયાળાના વતની અને કલકત્તામાં જન્મેલા ઉદ્યોગપતિ ચંદ્રકાંતભાઇ તલકચંદ વોરાએ માતા - પિતાના સ્મરણાર્થે અમરેલી સ્મશાનની જમીન ચબુતરા સાથે સમિતિને સોંપ્યા બાદ મોટા માચિયાળામાં પ્રાથમિક શાળાનું નિર્માણ કર્યું હતું.

અને કોરોના મહામારીમાં જિલ્લામાં દર્દીઓની મદદ માટે સમાજસેવી પ્રફુલભાઇ જોબનપુત્રા સાથે મળીને ફ્રૂટ, દવા અને ઓક્સિજનની સેવા પુરી પાડી હતી. હવે નવા ટ્રસ્ટની રચના કરાઈ છે. તેઓ અમરેલીમાં અંધશાળા, દીકરાનું ઘર, પાંજરાપોળ, બહેરા મૂંગા સ્કૂલ, રૂપાયતન સ્કૂલ વિગેરે સંસ્થાઓ સાથે જોડાયેલા છે ત્યારે હવે માનકુંવરબેન તલકચંદ વોરા જીવદયા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. અમરેલીમાં આગામી દિવસોમાં બીમાર અને ઘવાયેલ, પશુ - પક્ષીઓની સારવાર માટે પશુ હોસ્પિટલનું નિર્માણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...