અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉંચેયા ગામમાં ખુલ્લા કૂવામાં સિંહ ખાબકતા વનવિભાગની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સિંહને હેમખેમ બહાર કાઢ્યો હતો. નોંધનીય છે કે, ગીરમાં ખુલ્લા કૂવાના કારણે અત્યાર સુધીમાં અનેક સિંહના મોત થઈ ચૂક્યા છે. જો કે, ઉંચેયા ગામના ખુલ્લા કૂવામાં સિંહા ખાબક્યાની તુરંત જાણ થઈ જતાં તેનો તાત્કાલિક બચાવ કરી લેવામાં આવ્યો હતો.
ઊંચેયા ગામમાં ધાતરવડી નદીના કાંઠે એક ખેડૂતની વાડીમાં ખુલ્લા કૂવામાં આશરે 8 માસનો સિંહ ખુલ્લા કૂવામાં ખાબકતા ગામના સરપંચ પ્રતાપ બેપરિયા સહિતના ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગની ટીમે તુરંત ઘટનાસ્થળ પર પહોંચી ખુલ્લા કૂવામાંથી સિંહને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગ્રામજનોની મદદથી સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો.
સિંહનું રેસ્ક્યૂ કરાયા બાદ જાફરાબાદ તાલુકાના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યાં એનિમલ ડોકટર પાસે તેમની હેલ્થની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તંદુરસ્ત થતા ફરી તેને રેવન્યુ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયાએ કહ્યું સિંહ કૂવામાં હોવાની અમારા ગ્રામજનોને જાણ થતા વનવિભાગને જાણ કરી ત્યારબાદ વનવિભાગ ની ટીમ આવી અમારા ગામએ પણ વનવિભાગને મદદ કરી અને સિંહને બહાર કઢાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.