દીપડીનું રેસ્ક્યુ:અમરેલીના ગાવડકા નજીક 15 ફૂટ કુવામાં દીપડી ઘૂસી જતા વનવિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જીલ્લામાં સિંહો દીપડા સહિત વન્યપ્રાણીનો વસવાટ સાથે રેવન્યુ વિસ્તારમાં અતિ ખૂંખાર મનાતા દીપડાઓ હવે વસવાટ કરી રહ્યા છે જે જોખમી મનાય છે આજે ભર બપોરે અમરેલી તાલુકાના ગાવડકા ગામ નજીક ચલાલા રોડ ઉપર સુગર મિલના લાંબા 15 ફૂટ ઊંડા કુંડમાં દીપડો પડી જતા લીલીયા આર.એફ.ઓ ને જાણ થતા તાત્કાલિક વનવિભાગની રેસ્ક્યુ ટિમ દોડી આવી અહીં દીપડી ને ટ્રાન્કવિલાઇઝર કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ દીપડીને પાંજરે પુરવામાં વનવિભાગને મોટી સફળતા મળી છે જયારે હાલ દીપડીના હેલ્થ ચકાસણી અંગે ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે દીપડીને ખસેડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...