સિંહના મોત મામલે ફરિયાદ:સાવરકુંડલાના ગોરડકા ગામે સિંહના થયેલા મોત મામલે વન વિભાગે ટ્રકચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાવરકુંડલા ગીર પૂર્વ વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ ગુનો નોંધવામા આવ્યો

અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા સાવરકુંડલાના ગોરડકા પાસે થયેલા સિંહના મોત મામલે ગુનો નોંધવામા આવ્યો છે. વનવિભાગ દ્વારા સિંહને અડફેટે લેનાર ટ્રકચાલકની ઓળખ કરી તેની સામે ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, હીટ એન્ડ રનમાં સિંહનું મોત થયું હોય તેવા બનાવોમાં વાહનચાલકની શોધ કરી કાર્યવાહી થઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે.

સાવરકુંડલાના ગોરડકા ગામ નજીક 22-11-2021ના વહેલી સવારે નર સિંહ નું અજાણ્યા વાહન અડફેટે મોત નીપજયું હતુ. વનવિભાગ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. જેમા અલગ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. અમરેલી પોલીસ કમાંડ કંટ્રોલ અને કચ્છ પૂર્વ વનવિભાગની મદદથી આ હિટ એન્ડ રન અકસ્માત હેવી ટ્રક નંબર GJ12 BW 4651 દ્વારા ડ્રાયવર રોશન સિંગ ઉંમર 30 રહેવાસી જગપુરા રાજસ્થાન વાળાએ સર્જયો હોવાનું સામે આવ્યું હતું.

વનવિભાગે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ કાર્યવાહી કરી ડ્રાઈવરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...