તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Forest Department Closes Jasadhar Gate On The Way To Sarakadia Dham, 18 Sarpanches Agitate: Sevak Samaj's Application To Mamlatdar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:સરાકડિયા ધામ જવાના માર્ગે વન વિભાગે જસાધાર ગેઇટ બંધ કર્યો, 18 સરપંચોની આંદોલનની ચિમકી : સેવક સમાજનું મામલતદારને આવેદન

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સરાકડીયા ધામનો વનવિભાગે બંધ કરેલ રસ્તો ખોલવા આવેદન. - Divya Bhaskar
સરાકડીયા ધામનો વનવિભાગે બંધ કરેલ રસ્તો ખોલવા આવેદન.

સરાકડીયા ધામ સોનબાઇ માતાના મંદિરે દર્શનાર્થીઓને જવા માટે વન વિભાગે જસાધાર ગામે ગેઇટ બંધ કરી દીધો છે. જેના કારણે સેવક સમાજ દ્વારા તાત્કાલિક ગેઇટ ખોલવા માટે મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. તેમજ આગામી દિવસોમાં માંગણી સંતોષવામાં નહી આવે તો જસાધાર સહિતના 18 ગામના સરપંચે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. જસાધારમાં ગેઇટ બંધ કરવા મુદ્દે સેવક સમાજના સાગરભાઈએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં સોનબાઇ માતાના માત્ર દર્શનની વ્યવસ્થા ખુલ્લી મુકવામાં આવી છે. પણ અહીં વન વિભાગ દ્વારા કોઈ કારણોસર જસાધાર પાસે ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો છે . જેનાથી મંદિરે જતા દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અહીં ગેઇટ ખોલવા બાબરીયાધાર, નાગેશ્રી, રાજુલા, છતડીયા, વડ, મજાદર, બાબરીયાધાર, અમૂલી, મોટીવડાળ સહિત 18 ગામના સરપંચની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો