તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:ધારીની દલખાણિયા રેન્જની સરસિયા વીડીમાં આગનો બનાવ, આગ પર કાબૂ મેળવી લીધાનો વનવિભાગનો દાવો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામા આવેલ ધારી ગીર પૂર્વ નો જંગલ એરિયા દલખાણીયા રેન્જ મા આવેલ સરસીયા વિડી વિસ્તાર માં આજે બપોર બાદ આગ લગાવા ની ઘટના બનતા પ્રથમ ધારી ગીર પૂર્વ ના DCF ડો.અંશુમન શર્મા એ તાકીદે ઘટના ની ગંભીરતા દાખવી 6 રેન્જ ના ઓફિસર સ્ટાફ ને પણ બોલાવી વિડી વિસ્તાર માં કામે લગાવ્યા હતા. વનવિભાગ નો મોટાભાગ નો સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગયો છે આગ 3 કલાક થી વધુ સમય સુધી ચાલી હોવાનુ જાણવા મળી રહ્યું છે હાલ વનવિભાગ પાસે થી મળતી જાણકારી પ્રમાણે આગ કંટ્રોલ મા આવી છે પરંતુ ધુમાડા હજુ યથાવત ચાલી રહ્યા છે બીજી તરફ સિંહો અથવા કોઈ મોટા વન્યપ્રાણી ને નુકસાન થયા હોય તેવા કોઈ સમચાર નથી જ્યારે નાના મોટા પક્ષી પશુ માં દોડધામ મચી હોય શકે આ વિડી આસપાસ 2 થી 3 ગામો નજીક આવેલા છે જેથી તે ગામ ના લોકો પણ આગ બુજાવવા માટે મદદ એ દોડયા હતા. 6 રેન્જ નો સ્ટાફ ઘટના સ્થળે છે-DCFધારી ગીર પૂર્વ ના DCF ડો.અંશુમન શર્માનો ડિજિટલ દિવ્યભાસ્કર દ્વારા કરતા કહ્યું આગ લાગી છે 6 રેન્જ નો સ્ટાફ ઘટના સ્થળે છે આગ કંટ્રોલ માં પણ છે જ્યારે કેટલા હેકટરમાં લાગી આ બધું તપાસ બાદ ખબર પડે જ્યારે કોઈ વન્યપ્રાણી ને નુકસાન થયા નુ હજુ સુધી ધ્યાને નથી આવ્યુ ફાયર ફાઈટરો પણ પોહચી ગયા છે ગામ લોકો પણ સારી મદદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો