બસમાં પેસેન્જરના બદલે દારૂ:રાજુલામાં જલારામ ટ્રાવેલ્સની બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો, પોલીસે બે આરોપીઓને ઉઠાવી લીધા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર

રાજ્યમાં દારૂબંધી હોવા છતા કેટલાક શખ્સોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ બેફામ ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજૂલા શહેરમાં પોલીસે જલારામ ટ્રાવેલ્સની એક બસમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. બંને શખ્સોને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર
રાજુલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના એસ.ટી બસ સ્ટેશન પાસે જલારામ ટ્રાવેલ્સનામની બસમાં બસના ચાલક તથા કંડકટર પાસે વિદેશી દારૂ છે. જેથી પોલીસે રેડ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બિયર ટીન સાથે જીતેન્દ્ર પ્રકાશભાઇ કોષ્ટી અને દિનેશ શંકરભાઇ બામણીયાને ઝડપી લીધા હતા. બંને આરોપીને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...