ધારી બગસરા સીટની મત ગણતરી હાથ ધરાતા પાંચ વર્ષના ટુંકાગાળામા આ સીટ પરથી ત્રીજી વખત જે.વી.કાકડીયાને ચુંટાવામા સફળતા મળી હતી. 2017મા તેઓ કોંગ્રેસમાથી આ સીટ પર ચુંટાયા હતા. પરંતુ દોઢ વર્ષ પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપમા ભળ્યાં હતા અને પેટા ચુંટણી પણ જીત્યાં હતા. અહી તેમનો મુકાબલો આમ આદમી પાર્ટી સાથે જોવા મળ્યો હતો.
અહી કોંગ્રેસ તો જાણે સ્પર્ધામા જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. કોંગીના ડો.કિર્તિ બોરીસાગરને માત્ર 17978 મત મળતા ત્રીજા સ્થાને રહ્યાં હતા. મત ગણતરીના આરંભે બગસરા વિસ્તારની ગણતરી શરૂ થતા આપના ઉમેદવાર કાંતીભાઇ સતાસીયાને નજીવી લીડ મળી હતી. થોડા રાઉન્ડ સુધી ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે ઉતાર ચડાવ ચાલ્યો હતો. જો કે ત્યારબાદ ધારી વિસ્તારની ગણતરી થતા જે.વી.કાકડીયાને લીડ મળવાનુ શરૂ થયુ હતુ.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુળ ભાજપી છે અને ચુંટણી પહેલા જ ભાજપ સાથે છેડો ફાડી આપમા ભળ્યાં હતા. આમ આદમી પાર્ટી આ સીટ પર વિજયની આશા રાખીને બેઠી હતી. પરંતુ વિજય અને પક્ષને છેટુ રહી ગયુ હતુ. એક દ્રષ્ટિએ આ સીટ ભાજપ પાસે જ હતી પરંતુ 2017ના પરિણામની દ્રષ્ટિએ જોઇએ તો ભાજપે આ સીટ કોંગ્રેસ પાસેથી આંચકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.