સિંહની એક ઝલક જોવા આતુરતા:સિંહ દર્શન માટે ગ્રામીણ વિસ્તારમાં વધી રઝળપાટ, યુવા વર્ગ કરે છે રાત ઉજાગરા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિપાવલી જેવા તહેવારો પણ બે લાખથી વધુ લોકો અમરેલી જિલ્લામાં ઠલવાય છે
  • રેવન્યુ વિસ્તારમાં જ સાવજો જોવા મળી જતાં હોય સિંહની એક ઝલક જોવા આતુરતા

સામાન્ય રીતે દેવળીયા સફારી પાર્ક કે આંબરડી સફારી પાર્કમા પ્રવાસીઓ સિંહ દર્શન આરામથી કરી શકે છે. પરંતુ આ વિસ્તારના યુવા વર્ગમા ખુલ્લામા ફરતા સિંહને નીહાળવાનો ક્રેઝ છે. દિપાવલીની રજાના તહેવારમા ગ્રામિણ વિસ્તારમા ખુલ્લામા સિંહ દર્શન માટે યુવા વર્ગની રઝળપાટ વધી છે. સામાન્ય રીતે સ્થાનિક લોકોને તો અવારનવાર સિંહ દર્શન થઇ જતા હોય છે. પરંતુ ધંધાર્થે સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમા સ્થાયી થયેલા આ વિસ્તારના લોકો તહેવારો પર વતનમા આવતા હોય છે. વળી રજાનો મુડ પણ હોય છે.

જેથી આ યુવા વર્ગ સિંહ દર્શનની મજા માણવામા પાછળ રહેતો નથી. દર વર્ષે દિપાવલી જેવા તહેવારો પણ બે લાખથી વધુ લોકો અમરેલી જિલ્લામા ઠલવાય છે અને તેમને સાવજોની એક ઝલક નીહાળવાની ઘેલછા હોય છે. નસીબમા હોય તેવા લોકોને રસ્તા પર પસાર થતી વખતે પણ સિંહ દર્શન થઇ જાય છે. અને નસીબમા ન હોય તો દિવસ રાત રઝળપાટ કરવા છતા સાવજની ઝલક પણ જોવા મળતી નથી. સાવજો દિવસના સમયે આરામ કરે છે અને રાત્રીના સમયે પોતાની ટેરેટરીમા ફરતા હોય છે.

જેથી રાત્રીના સમયે સાવજો સરળતાથી મળી જાય છે. યુવા વર્ગ સિંહ દર્શન માટે રાત્રીના સમયે પણ સીમ વગડામા આમથી તેમ રખડતો જોવા મળી રહ્યો છે. વનતંત્ર દ્વારા દર વર્ષની જેમ સિંહ દર્શનને લઇને કોઇ દુર્ઘટના ન બને તે માટે બંદોબસ્ત રખાયો છે. પરંતુ રાત્રીના સમયે વાહનેા લઇ આમથી તેમ ફરતા લોકો પર તેમનુ કોઇ વિશેષ નિયંત્રણ નથી.

અન્ય સમાચારો પણ છે...