તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મલ્હાર:અમરેલી, વલસાડ, ભરૂચ અને ગીર સોમનાથમાં વરસાદ, લીલીયાના ગુંદરણ ગામમાં વીજળી પડતાં  42 વર્ષીય મહિલાનું મોત

અમરેલી15 દિવસ પહેલા
રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની રી-એન્ટ્રી
  • ધોરાજીમાં વીજળીના કડકા ભડાકા સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ
  • સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં રાહત, વાવેતરને નવું જીવન મળ્યું
  • ભરૂચ જિલ્લામાં 20 દિવસ બાદ ફરી ચોમાસું જામ્યું

અમરેલી જિલ્લામા સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. ધારી-ગીર વિસ્તારના ગોવિંદપુર, સરસીયા, સુખપુર અને કંગસા, સહિત વિસ્તારમાં મેઘરાજા રીઝ્યાં છે. જ્યારે લીલીયાના એકલેરા, નાના કણકોટમાં પણ વરસાદ પડ્યો છે. જ્યારે લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં વીજળી પડતાં 42 વર્ષીય મહિલાનું મોત થયું છે. બીજી તરફ ધોરાજીમાં વીજળીના કડકા ભડાકા સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડ, ભરૂચ અને ગીર સોમનાથમાં પણ મેઘરાજાના આગમનથી વાવેતરને નવું જીવન મળ્યું છે.

સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લીલીયાના વડીયા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. જ્યારે હનુમાન ખીજડીયા, મોરવાડા સહિત વિસ્તારમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે લાઠીના અકાળા, શાખપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

વીજળી પડતાં મહિલાનુું મોત
જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં માતમ પણ છવાયો છે. ગુંદરણ ગામમાં વીજળી પડી પડતાં 42 વર્ષીય વિમળાબેન અમરસિંગ્ભાઈ ચુડાસમા નું મોત થયું છે.

સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં રાહત
લાંબા સમય બાદ વરસાદના આગમનથી ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. જ્યારે 2 દિવસથી આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા અતિ ભારે વરસાદ 24 કલાક દરમિયાન પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે વધુ વરસાદ પડે તો ખેડૂતોના પાક પર ખૂબ મોટો ફાયદો થશે.

વરસાદના આગમનથી ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી
વરસાદના આગમનથી ધરતી પુત્રોમાં ખુશી જોવા મળી

ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રીક વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયાની સાથે મોટાભાગના વિસ્‍તારોમાં મેઘરાજાએ સાર્વત્રીક વરસાદી ઝાપટા રૂપી હેત વરસાવ્યું છે. લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાએ દસ્‍તક દેતા છવાયેલા વરસાદી માહોલના પગલે ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. આજે સવાર 6 વાગ્યાથી બપોરે 4 વાગ્‍યા સુધીમાં જિલ્‍લાના તમામ તાલુકામાં સાર્વત્રીક અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્‍લામાં સૌથી વધુ કોડીનારમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે બાકીના તાલુકાઓની વાત કરીએ તો વેરાવળમાં 3 મીમી, સુત્રાપાડામાં 12 મીમી, તાલાલામાં 17 મીમી, ઉનામાં 18 મીમી અને ગીરગઢડામાં 5 મીમી વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો

​​​​​​બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વરસાદી માહોલ
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અમીરગઢ -ઇકબાલગઢ સહીત આબુરોડ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી લોકોને ગરમીથી આંશિક રાહત પહોંચી હતી. જોકે, અગાઉ પડેલા સારા વરસાદને લઇ મોટાભાગના ખેડૂતોએ વરસાદી ખેતી કરી હતી, પરંતુ વરસાદ ખેચાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. જોકે, દિવસભરના ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા અમીરગઢ પંથકમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો
બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદી માહોલ જામ્યો

ભરૂચ જિલ્લામાં 20 દિવસ બાદ ફરી ચોમાસું જામ્યું
ભરૂચ જિલ્લામાં છેલ્લા 20 દિવસ બાદ મેઘરાજાએ દસ્તક આપી છે. વાલિયાના દેશાડમાં વીજળી પડતા નારિયેળનું ઝાડ ભડકે બળ્યું હતું. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ગાયબ થઈ જતાં ભારે ઉકળાટ અને બફારાએ લોકોને આકુળ વ્યાકુળ કરી દીધા હતા.જ્યારે શનિવારે બપોર સુધી આકરી ગરમીનો દોર રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વાલિયા, ઝઘડિયા અને ભરૂચમાં મેઘમહેર શરૂ થવા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ભરૂચ જિલ્લામાં 20 દિવસ બાદ મેઘરાજાએ દસ્તક આપી
ભરૂચ જિલ્લામાં 20 દિવસ બાદ મેઘરાજાએ દસ્તક આપી

​​​​​વલસાડ જિલ્લામાં પણ મેહુલિયાનું આગમન
વલસાડ શહેર અને જિલ્લામાં ઘણા વિસ્તારોમાં શનિવારે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોરે વરસાદ પડવાની શરૂઆત થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. વલસાડમાં 15 દિવસના વિરામ બાદ શનિવારે ફરી મેહુલિયાએ શહેર અને જિલ્લામાં દસ્તક આપતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. વલસાડ શહેર અને જિલ્લાના કેટલાક છુટાછવાયા વિસ્તારમાં ધીમી ધારે સતત પડતા વરસાદથી ખેડૂતોએ રાહત અનુભવી હતી.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો
અન્ય સમાચારો પણ છે...