તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો આતંક:ધારીના ગોપાલગ્રામમાં સતત બીજા દિવસે દીપડાનો વૃદ્ધ મહિલા પર હૂમલો, સમગ્ર પંથકમાં ભય ફેલાયો

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગની ટીમે અલગ અલગ જગ્યા પર પાંજરા ગોઠવી દીપડાને પકડવા કવાયત તેજ કરી

અમરેલી જિલ્લામાં સિંહોની સાથે દીપડાની પણ સંખ્યા વધી રહી છે. રેવન્યુ વિસ્તારમાં વાંરવાર દીપડાના હુમલાની ઘટઓ સામે આવે છે. ત્યારે ગઈકાલે ધારીના ગોપાલગ્રામમાં ચાર વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો, જ્યારે આજે ફરી એક વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.

આજે વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાએએ બહાદુરી પૂર્વક રાડો પાડતા દીપડો નાચી છૂટ્યો હતો. આ ઘટના બાદ મહિલાને વધુ સરવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દીપડાના આંતકને લઇને વનવિભાગ પણ દીપડાને પાંજરે પૂરવા સતર્ક થઇ ગયુ છે. વનવિભાગે ગોપાલગ્રામ નજીક વાડી વિસ્તારમાં દીપડાને પકડવા માટે અલગ અલગ જગ્યા પર પાંજરા ગોઠવ્યા છે.

દીપડાને પાંજરે પૂરવા માટે ધારી ગીર પૂર્વના DCF અંશુમન શર્મા દ્વારા સ્થાનિક ઓફિસરોને સુચના આપી તાત્કાલીક દીપડાને પાંજરે પુરવા માટે કવાયત શરૂ કરી દેવાઇ છે. ગોપાલગ્રામ રેવન્યુ વિસ્તારમાં દીપડો આંટાફેરા કરે છે ત્યારે દીપડાના સગડના આધારે ક્યાં વિસ્તારમાં દીપડો પહોંચ્યો તેનું લોકેશન શોધી કાઢવા વનવિભાગે દોડધામ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...