• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • For The First Time, The Congress Party Gave A Chance To A Candidate From The Brahmin Community On The Dhari Seat, Dr. Kirti Borisagar Will Push Hard To Win

ત્રિપાંખિયો જંગ ખેલાશે:ધારી બેઠક પર પહેલીવાર કોંગ્રેસ પાર્ટીએ બ્રાહ્મણ સમાજના ઉમેદવારને તક આપી, ડૉ. કિર્તિ બોરીસાગર જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીને લઈ માહોલ હાલ જામ્યો છે. આ વખતે કોંગ્રેસ દ્વારા ગ્રાઉન્ડ ઉપર પહોંચવા માટે માઈક્રો પ્લાનિંગ કરી આગળ વધી રહી છે. ત્યારે અમરેલીની ધારી બેઠક પર આઝાદી પછી પહેલી વખત બ્રાહ્મણ સમાજને ટિકિટ આપી કોંગ્રેસે મોટો ખેલ પાડ્યો છે. કોંગ્રેસની બીજી યાદીમા ધારી-બગસરા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ખાંભા શહેરના બ્રાહ્મણ સમાજના ડો.કીર્તિ બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે.
ધારી બેઠક રસપ્રદ બની
ઉમેદવાર ડૉ.કીર્તિ બોરીસાગર ખાંભા શહેરમાં હોસ્પિટલ ચલાવે છે અને કોંગ્રેસના સંગઠનમાં વર્ષોથી કામગીરી કરી રહ્યા છે. ડો.કીર્તિ બોરીસાગર અગાવ ખાંભા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ, સહિત પાર્ટીના સંગઠનમાં કામગીરી ઘણા વર્ષોથી કરી રહ્યા છે. કીર્તિ બોરીસાગર દ્વારા હાલ ગ્રામીણ વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દેવાયો છે. અહીં ત્રિપાખિયો જંગ બરાબર જામ્યો છે. આ બેઠક રસપ્રદ બની શકે છે કેમ કે, અહીં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયા પાટીદાર સમાજમાંથી આવે છે. આપ પાર્ટીના કાંતિ સતાસીયા પણ પાટીદાર સમાજમાંથી આવે છે. કાંતિ સતાસીયા અગાવ ભાજપમાં હતા અને બગસરા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પણ હતા. તેઓ ઘણું સારું વર્ચસ્વ ધરાવે છે જેના કારણે અહીં ભાજપ-કોંગ્રેસ સાથે આપનો પણ હાલ તો દબદબો જોવા મળી રહ્યો છે.
​​​​​​​કોંગ્રેસે પહેલ કરી બ્રાહ્મણ સમાજને ટિકિટ આપી
ધારી-બગસરા વિધાનસભા વિસ્તારમાં પાટીદાર સમાજનું વોટિંગ સૌથી વધારે છે. બીજા નંબર ઉપર કાઠી ક્ષત્રીય સમાજ આવે છે. ક્ષત્રીય સમાજનું અહીં રુલર વિસ્તાર ધારી, ચલાલા, ખાંભા વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ છે. ઉપરાંત ખાંભા શહેરમા કુંભાર સમાજનું પણ વર્ચસ્વ આવેલું છે. વર્ષોથી એવું કહેવાતું હતું કે, અમરેલીની પાંચેય બેઠકમાં ધારી બેઠક ઉપર ઈતર જ્ઞાતિના ઉમેદવારને રાજકીય પાર્ટી ટીકીટ આપે તો ઈતર જ્ઞાતિઓ એક બનીને જીતી શકે તેમ છે. હવે કોંગ્રેસે ઐતિહાસિક પહેલ કરી બ્રાહ્મણ સમાજને ટિકિટ આપી દીધી છે, ત્યારે હવે અહીં સમીકરણો કેવા પ્રકારના સર્જાય છે અને કેવા બદલાય છે તે તો પરિણામ બાદ જ ખબર પડશે.
​​​​​​​ધારી-બગસરા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કીર્તિ બોરીસાગર દર વખતે ટિકિટની માંગણી કરતા હતા, પરંતુ જ્ઞાતિના સમીકરણોના કારણે ભાજપ-કોંગ્રેસ પાટીદાર સમાજના ચહેરાને પસંદ કરતી હતી. પરંતુ આ વર્ષે રાજુલા કોંગ્રેસના ધારસભ્ય અને કાર્યકારી પ્રમુખ તરીકે અંબરીષ ડેર છે તેના દ્વારા આ બેઠક ઉપર કીર્તિ બોરીસાગરને ટીકીટ અપાવવા માટે પ્રદેશથી લઈ હાઇકમાન્ડ સુધી લોબિંગ કરી ટીકીટ અપાવી હોય શકે છે.
​​​​​​​ધારી વિસ્તારમાં કઈક નવું થવાનું હોય ત્યારે સ્થાનીક લેવલે એક એવી કહેવત છે કે, ધારીમાં અણધારી થશે. ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા માઈક્રો પ્લાનિંગ કર્યું હોવાનું એક અનુમાન લગાવાઈ રહ્યું છે. જેથી ધારી બેઠકના પરિણામ અણધારીયા અને ચોંકાવનારા આવી શકે છે. ધારીમાં અણધારીના સંકેતો જરૂર જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...