વેક્સિનેશન:જિલ્લામાં પ્રથમ વખત 50 હજાર લોકોને રસી અપાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં વેક્સિનેશન કેન્દ્ર પર લોકો રસી લેવા પહોંચ્યા હતા. - Divya Bhaskar
જિલ્લામાં વેક્સિનેશન કેન્દ્ર પર લોકો રસી લેવા પહોંચ્યા હતા.
  • 416 કેન્દ્ર પર માેડી રાત સુધી ચાલ્યંુ વેક્સિનેશન : રસીકરણ કેન્દ્ર પર પ્રથમ વખત લાગી લાંબી કતારાે : 82500 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક હતો

અમરેલી જિલ્લામા તંત્ર દ્વારા અાજે વેકસીનેશનની મેગા ડ્રાઇવ ચલાવવામા અાવી હતી. જે અંતર્ગત જિલ્લામા અેકસાથે 416 કેન્દ્રાે પર રસીકરણ કરાયુ હતુ. અને રાત સુધીમા 50 હજારથી વધુ લાેકાેને વેકસીન અપાઇ હતી. માેડી રાતે પણ રસીકરણ શરૂ હતુ. જિલ્લામા અેક જ દિવસમા પ્રથમ વખત અાટલી માેટી સંખ્યામા લાેકાેને વેકસીન અાપવામા અાવી છે.

અગાઉ પણ અમરેલી જિલ્લામા મેગા ડ્રાઇવ ચલાવાઇ હતી. પરંતુ અાજની મેગા ડ્રાઇવ વાસ્તવિક અર્થમા સાૈથી માેટી ડ્રાઇવ હતી. જિલ્લાના તમામ શહેરી વિસ્તારાે ઉપરાંત માેટી સંખ્યામા ગ્રામિણ વિસ્તારાેને અાવરી લઇ અેકસાથે 416 કેન્દ્રાે પર સવારથી જ રસીકરણનાે અારંભ કરવામા અાવ્યાે હતાે. પ્રધાનમંત્રી નરેન્દ્ર માેદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે અા મેગા ડ્રાઇવનુ અાયાેજન કરાયુ હતુ. જે અંતર્ગત અમરેલી શહેરમા પણ ઠેરઠેર વેકસીનેશન સેન્ટર ઉભા કરવામા અાવ્યાં હતા.

અગાઉના દિવસાેમા અેવુ જાેવા મળતુ હતુ કે વેકસીનનાે પુરતેા જથ્થાે હાેવા છતા લાેકાે વેકસીન લેવા પુરતી સંખ્યામા અાવતા ન હતા. જેના કારણે વેકસીનેશન તાે થતુ હતુ પરંતુ લાંબી લાઇનાે લાગતી ન હતી. પરંતુ અાજે શહેરના જુદાજુદા વેકસીનેશન સેન્ટર પર સવારમા લાેકાેની માેટી માેટી લાઇનાે જાેવા મળી હતી. અમરેલી તાલુકા શાળાના કેન્દ્ર પર સવારથી બપાેર સુધી લાઇન રહી હતી. અારાેગ્ય વિભાગના સુત્રાેઅે જણાવ્યું હતુ કે 50 હજારથી વધુ લાેકાેને અાજે વેકસીન અપાઇ ચુકી છે અને હજુ પણ માેડે સુધી વેકસીન અાપવાનુ શરૂ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી ઉપરના જિલ્લાના 12.33 લાખ લાેકાેમાથી 66.97 ટકા લાેકાેને અગાઉ જ વેકસીનનાે પહેલાે ડાેઝ અાપી દેવાયાે છે. જયારે 36 ટકા લાેકાેને વેકસીનના બંને ડાેઝ અાપી દેવામા અાવ્યા છે. અાજે અેકસાથે 50 હજારથી વધુ લાેકાેને વેકસીન અપાતા રસીકરણની ટકાવારીમા પણ ઉછાળાે અાવ્યાે છે. અારાેગ્ય તંત્ર દ્વારા 82500 લાેકાેને વેકસીન અાપવાનાે લક્ષ્યાંક રખાયાે હતાે. તંત્ર પાસે વેકસીનના અાટલા ડાેઝ ઉપલબ્ધ હતા. બાકી બચેલા ડાેઝ અાવનારા દિવસાેમા વપરાશે.

અગાઉ 16 હજાર લાેકાેને અપાઇ હતી વેક્સિન
અામ તાે અારાેગ્ય તંત્ર દ્વારા અગાઉ અનેક વખત વેકસીનની મેગા ડ્રાઇવ રખાઇ હતી. પરંતુ અત્યાર સુધીમા મહતમ અેક જ દિવસમા 16 હજાર લાેકાેને રસી અાપી શકાઇ હતી. અાજે 50 હજારથી વધુ લાેકાેને રસી અાપી અેક નવાે જ રેકાેર્ડ બનાવાયાે હતાે.

1061 અારાેગ્યકર્મી કામે લગાડાયા
અાજની મેગા ડ્રાઇવ માટે 416 રસીકરણ કેન્દ્ર પર 832 અારાેગ્ય કર્મચારીઅાે ઉપરાંત 136 મેડિકલ અાેફિસર અને 93 સુપરવાઇઝર મળી કુલ 1061 કર્મચારીઅાેને કામે લગાડવામા અાવ્યા હતા.

રાજ્યનાં કેબીનેટ મંત્રી નરેશ પટેલે મુલાકાત લીધી
રાજયના અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે અહીના તાલુકા શાળા વેકસીનેશન સેન્ટર ખાતે મુલાકાત લીધી હતી અને રસી લેવા અાવેલા લાેકાે સાથે વાતચીત કરી હતી. તેમણે અહી ફરજ બજાવતા અારાેગ્ય કર્મીઅાેને પણ બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...