શહેર CCTVથી સજ્જ:સાવરકુંડલામાં પ્રથમ વખત અલગ-અલગ 7 લોકેશન પર CCTV લગાવાશે

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનીક આગેવાનો, વહીવટી તંત્ર અને પોલીસ ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
  • સિટી પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલરૂમ રાખવામાં આવશે

રાજ્યના મહાનગરોમાં સરકાર દ્વારા CCTV લગાવી દેવાયા છે. જોકે, સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાના તાલુકા મથકોમાં CCTVન હોવાને કારણે વારંવાર ચોરી સહિત ક્રાઇમની ઘટનાઓ સામે આવતી હોય છે જેના કારણે પોલીસ વિભાગ અને શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલા અતિ મહત્વના સાવરકુંડલા શહેરમાં આજે બુધવારે એક મહત્વ પૂર્ણ બેઠક મળી હતી. જેમા શહેરના અલગ-અલગ પ્રવેશ દ્વાર અને શહેરનો મહત્વનો મનાતો સતત ભીડ વાળો વિસ્તાર રિદ્ધિસીધી ચોક ખાતે CCTV લગાવવા માટેનો નિર્ણય લેવાયો છે.

શહેરના 7 જેટલા લોકેશન પર CCTV લગાવવામાં આવશે. સમગ્ર શહેર પર નજર રહે તે માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલરૂમ રાખવામાં આવશે. જ્યાથી ઓપરેટ કરાશે. આજે આ બેઠકમાં સાવરકુંડલા DYSP કે.જે.ચૌધરી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા, ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા ભાજપ ઉપપ્રમુખના સૌજન્યથી સમગ્ર શહેર બનશે સુરક્ષીત

અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા CCTVના દાતા બન્યા છે. સુરેશ પાનસુરીયાએ કહ્યું શહેરના પ્રવેશ ગેટ પર એચ.ડી કેમેરા મારા સ્વખર્ચ લગાડીશ. શહેરના લોકોની પણ આ માંગ હતી. કેમેરા લગાવવાથી કોઈ અકસ્મિત ઘટના બને તો પાલિકા પોલીસ તંત્રને તુરંત જાણ થાય તેમજ અકસ્માત સહિતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે શહેર CCTVથી સજ્જ થશે. તો આ ઘટનામાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...