તાપમાન:અમરેલીમાં પ્રથમ વખત પારો 14 ડિગ્રી સુધી ગગડયો

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભેજનું પ્રમાણ વધતા વહેલી સવારે ઠાર : જો કે હજુ બપોરે તાપમાન ઉંચુ

અમરેલી પંથકમા હવે શિયાળો ધીમેધીમે જામી રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. આજે પ્રથમ વખત પારો 14 ડિગ્રી સુધી ગગડતા વહેલી સવારે લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. જો કે હજુ પણ બપોરે તાપમાન ઉંચુ નોંધાઇ રહ્યું છે. શિયાળો બેસી ગયો હોવા છતા અમરેલી પંથકમા પાછલા કેટલાક દિવસોથી બેવડી ઋતુ જોવા મળી રહી હતી. જો કે હવે ઠંડીનો પારો ગગડતા વહેલી સવારે ઠાર અનુભવાયો હતો. આજે શહેરનુ ન્યુનતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે મહતમ તાપમાન 31.4 ડિગ્રી રહ્યું હતુ.

તો હવામા ભેજનુ પ્રમાણ વધીને 66 ટકા નોંધાયુ હતુ. જયારે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 4.6 કિમીની રહી હતી. ઠંડીનો પારો ગગડતા સવારે લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. શાળાએ જતા છાત્રો પણ ગરમ વસ્ત્રોમા વિંટળાયેલા જોવા મળ્યાં હતા. જો કે હજુ પણ બપોર થતા સુધીમા પારો ઉંચકાયેલો રહે છે. આગામી દિવસોમા ઠંડીનો પારો વધુ ગગડે તેવી પણ શકયતા જોવાઇ રહી છે.

હજુ ગરમ વસ્ત્રોની દુકાનમાં ઘરાકી જામી નથી
શહેરમા ઠેકઠેકાણે ગરમ વસ્ત્રોનુ વેચાણ થઇ રહ્યું છે. જો કે હજુ અમરેલી પંથકમા શિયાળો બરાબર જામ્યો ન હોય ગરમ વસ્ત્રોની દુકાનમા પણ ઘરાકી જોવા મળી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...