જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ:કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાકને તાળપત્રીથી ઢાકવા અથવા સુરક્ષીત જગ્યાએ રાખવા અપિલ કરાઈ

અમરેલી12 દિવસ પહેલા
  • અમરેલી જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતોને ખાસ અપિલ કરી
  • જિલ્લાના તમામ APMC દ્વારા ખેડૂતોને જણસી વેંચવા ન આવવા જણાવાયું

સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને લઈ અમરેલી જિલ્લા વિહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. તારીખ 19 સુધી કમોસમી માવઠું પડવાની શક્યતાને પગલે ખેડૂતોને પોતાના ખેતરમાં પડેલા પાકને તાળપત્રી ઢાકવી અથવા સુરક્ષીત જગ્યાએ પાકને રાખવા વહીવટી તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. આ ઉપરાત માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોને જણસી વેચવા પણ ન આવવા અપિલ કરાઈ છે.

અમરેલી જિલ્લામાં ખેતીવાડી અધિકારી અને તંત્રની સૂચનાને પગલે સાવરકુંડલા, અમરેલી, બાબરા સહિત મોટાભાગના યાર્ડમાં નોટિસ બોર્ડ લગાવી સુચના જાહેર કરી દેવાય છે. જેમાં જણાવાયું છે કે, ખેડૂતોના કોઈ પણ માલને નુકસાન થશે તો માર્કેટીંગ યાર્ડ જવાબદાર નથી.

અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી કાનાણીએ જણાવ્યું કે, હવામાન વિભાગની આગાહીને લઈ ખેડૂતોને અપીલ કરુ છું કે. ખેડૂતો પોતાના ખેતરમાં રહેલા પાકને સુરક્ષિત જગ્યાએ મૂકી દે અથવા તો તાળપત્રી કે અન્ય કોઈ વસ્તુથી પાકને ઢાકી દે જેથી મગફળી કે અન્ય પાક બગડી ન જાય. આ ઉપરાંત ખેડૂતોએ પોતાનો પાક વેંચવા માટે યાર્ડમાં લઈ જઈ ત્યારે પણ તાસપત્રી ઢાકીને રાખવી. તેમજ તેઓએ જણાવ્યું કે, આગાહીને પગલે ત્રણ દિવસ માટે યાર્ડમાં લવાતી જણસી મોકૂફ રખાય તો વધુ સારૂ રહેશે.

અન્ય સમાચારો પણ છે...