આવતીકાલે અમરેલીમાં પરશુરામ જયંતિ અને રમઝાન ઈદની ઉજવણી કરાશે. અહી તહેવારોના પગલે સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસે ડ્રોન ઉડાડી ચેકીંગ હાથ ધર્યું હતું. ઉપરાંત શહેરની બજારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.જિલ્લાભરમાં આવતીકાલે પરશુરામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાશે. આ પ્રસંગે ઠેરઠેર શોભાયાત્રા નિકળશે.
ઉપરાંત આવતીકાલે રમઝાન ઈદની ઉજવણી પણ કરાશે. અમરેલી સીટી પોલીસે તહેવારોને ધ્યાને રાખીને અગાઉ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આજે અમરેલી સીટી પીઆઈ મોરીની આગેવાની હેઠળ શહેરના હરિરોડ, લાઈબ્રેરી રોડ સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. શહેરમાં પોલીસે ઘરના ધાબા પર કોઈ ગેરકાયદેસર કૃત્યો થતા નથી ને તે અંગે આકાશમાં ડ્રોન ઉડાડી ચેકીંગ હાથ ધર્યું હતું. બીજી તરફ સોશ્યલ મિડીયામાં કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ કે પોસ્ટ શેર કરનાર સામે કાર્યવાહી કરાશે. જેના માટે પોલીસની ખાસ ટીમો સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.