ખુશીનો માહોલ:ઉપરવાસમાં ધોધમાર વરસાદના પગલે ઠેબી ડેમનો 1 દરવાજો ખોલાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 10માંથી 5 ડેમના દરવાજા ખુલ્લા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઇ સાંજે પડેલા ધોધમાર વરસાદના કારણે ઠેબી ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. આ સાથે અત્યારે જિલ્લાના 10માંથી ખોડીયાર, ઠેબી, રાયડી, શેલદેડુમલ અને ધાતરવડી 2 ડેમના દરવાજા ખુલ્લા છે. તેમજ ધાતરવડી 1, મુંજીયાસર અને સુરજવડી ડેમ પણ ઓવરફલો થયા છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.જિલ્લામાં મેઘરાજાની અસીમ કૃપા થઈ છે. અત્યાર સુધીમાં સીઝનનો 84 ટકા વરસાદ પડી ગયો છે.

ગઈ સાંજે અમરેલીના ચીતલ અને આજુ બાજુના ગામડામાં મેઘરાજાની ધમાકેદાર ઈનીંગ જોવા મળી હતી. જેના કારણે અમરેલીની જીવાદોરી સમાન ઠેબી ડેમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ હતી. જેને પગલે સિંચાઈ વિભાગને ઠેબી ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલવાની ફરજ પડી હતી.

અત્યારે ડેમમાંથી 280 ક્યુકેસ પાણી નદીમાં વહી રહ્યું છે.આ ઉપરાંત ખોડીયારમાં 2 દરવાજા 0.30 મીટર , રાયડીનો 1 દરવાજો 0.075 મીટર, શેલદેડુમલનો એક દરવાજો 0.05 મીટર અને ધાતરવડી 2 ડેમનો 1 દરવાજો 0.15 મીટર ખુલવામાં આવ્યા છે. તો બીજી તરફ ધાતરવડી 1માં 0.10 મીટર, મુંજીયાસર 0.01 મીટર અને સુરજ વડી ડેમ 0.05 મીટર ઓવરફલો જોવા મળે છે. જિલ્લામાં 10માંથી 8 ડેમમાં અત્યારે નદીમાં પાણી વહેતું હોવાથી સિંચાઈ વિભાગે નિચાણવાળા વિસ્તારને એલર્ટ કર્યા છે.

ડેમ સાઈડ પર કેટલા મીમી વરસાદ પડ્યો ?
ખોડીયાર486
ઠેબી404
ધાતરવડી-1375
રાયડી620
વડીયા488
વડી265
શેલદેડુમલ685
મુંજીયાસર470
સુરજવડી625
ધાતરવડી-2445

​​​​​​​જિલ્લાના 50 ટકા ડેમમાં 100 ટકા પાણીનો જથ્થોજિલ્લાના 50 ટકા ડેમમાં 100 ટકા પાણીનો જથ્થો
ખોડીયારમાં 100, ઠેબીમાં 53.66, ધાતરવડી 1માં 100, રાયડીમાં 26.98, વડીયામાં 58.93, વડીમા 30.88, શેલદેડુમલમાં 62.06, મુંજીયાસરમાં 100, સુરજવડીમા 100 અને ધોતરવડી 2માં 100 ટકા પાણીનો જથ્થો જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...