વરસાદની ગતિવીધી પર નજર:અમરેલીમાં ચોમાસાના આગમન પૂર્વે ફલ્ડ અને ડિઝાસ્ટર કંટ્રોલરૂમ કાર્યરત

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે અમરેલી જિલ્લામાં 6 જુનના રોજ 4 તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ હતી

અમરેલી જિલ્લામાં ચોમાસાના આગમન પુર્વે જિલ્લા મથકે સિંચાઈ ફલ્ડ કંટ્રોલ અને ડીઝાસ્ટર કંટ્રોલરૂમ કાર્યરત થઈ ગયા છે. આ બંને કંટ્રોલ રૂમ 24 કલાક સુધી ધમધમતા રહેશે. અને જિલ્લામાં વરસાદની ગતિવીધી પર નજર રાખશે. જિલ્લામાં ગત વર્ષે 6 જુનના મેઘરાજાની પધરામણી થઈ ગઈ હતી.

જિલ્લા વહિવટ તંત્રએ અગાઉ પ્રિ- મોન્સુન કામગીરી માટે બેઠક બોલાવી હતી. અને સબંધીત અધિકારીઓને પ્રિમોન્સુનની કામગીરી માટે સુચના આપી હતી. ત્યારે આજથી અમરેલી જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલરૂમ પર દર બે કલાકે વરસાદની વિગતો મેળવવાની શરૂઆત કરી દેવાઈ છે. સાથે સાથે જિલ્લામાં સિંચાઈ વિભાગ હસ્તકના 10 જળાશયો આવેલા છે.

જિલ્લાકક્ષાએ જળાશયો પર નજર માટે ફલ્ડ શેલ કાર્યરત કરી દેવાયો હતો. અહી દર બે કલાકે ડેમ સાઈડ પરનો વરસાદ, ડેમમાં પાણીની આવક, ડેમના દરવાજા ખુલ્લા હોય ત્યારે પાણીની જાવક સહિતની વિગતો પર નજર રાખવામાં આવશે.

ગત વર્ષે 6 જુનના રોજ ક્યા તાલુકા કેટલો વરસાદ પડ્યો ?

તાલુકોવરસાદ (મીમી)
ધારી16
બગસરા7
લીલીયા6
સાવરકુંડલા40
અન્ય સમાચારો પણ છે...