વડીયાના સુરગપરા વિસ્તારમા કેટલાક શખ્સાે જાહેરમા જુગાર રમી રહ્યાં હાેવાની બાતમીના અાધારે પાેલીસ અહી ત્રાટકી હતી. પાેલીસે અહીથી પાંચ જુગારીને ઝડપી લીધા હતા.
અહીના સુરગપરા ખેતાણી સ્કુલ પાસે કેટલાક શખ્સાે જુગાર રમી રહ્યાં હાેય પીઅાઇ અે.ડી.સાંબડ તથા સ્ટાફના અે.પી.બારીયા, પી.ડી.કલસરીયા, દસુભાઇ સરવૈયા અહી ત્રાકટયા હતા. પાેલીસે અહીથી હનીફ ઈલિયાશ સાહમદાર, રાજેશ બટુક ગાદોયા, ઈમ્તિયાઝ અશરફ આદમાંણી, ઉમેદ ધરમસી પ્રપ્તાણી, જયરાજ રાવત બસિયાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી રાેકડ રૂપિયા 11560ની મતા કબજે લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.