તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અમરેલીમાં ભાજપ નેતાના પુત્ર સહિત 5 શખ્સ દારૂ પીતા ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પાેલીસે વિદેશી દારૂની બે બાેટલ, માેબાઇલ સહિત 25600નાે મુદામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા દારૂના દુષણને ડામવા પાેલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા અાવી રહી છે. ત્યારે પાેલીસે અાજે બાતમીના અાધારે અહીના અાેમનગરમા અાવેલ અેક રહેણાંકમા દરાેડાે પાડયાે હતાે. પાેલીસે અહીથી ભાજપ નેતાના પુત્ર સહિત પાંચ શખ્સાેને દારૂની મહેફિલ માણતા ઝડપી લીધા હતા. અા ઉપરાંત પાેલીસે અહીથી વિદેશી દારૂની બે બાેટલ તેમજ બે ખાલી બાેટલ, માેબાઇલ સહિત 25600નાે મુદામાલ કબજે લીધાે હતાે.

પાેલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી અેઅેસપી અભય સાેનીના માર્ગદર્શન હેઠળ સીટી પાેલીસ મથકના પીઅાઇ જે.જે.ચાૈધરી, પીઅેસઅાઇ વી.વી.પંડયા સહિત સ્ટાફ દ્વારા બાતમીના અાધારે અમરેલીના ચિતલ રાેડ પર અાેમનગર બ્લાેક નં-122મા યાેગેશ બટુકભાઇ બાેરીચાના મકાનમા દરાેડાે પાડયાે હતાે.

અહી દારૂની મહેફિલ ચાલી રહી હાેય પાેલીસે અહીથી ભાજપ નેતાના પુત્ર અર્જુન પ્રદિપભાઇ સાેજીત્રા તેમજ ઉપેન્દ્રભાઇ વલકુભાઇ વાળા, ઉમેદભાઇ બચુભાઇ ખાચર, જાેરૂભાઇ રામકુભાઇ વનરા અને યાેગેશ બટુકભાઇ બાેરીચા નામના શખ્સાેને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી વિદેશી દારૂની બે બાેટલ તેમજ બે ખાલી બાેટલ અને માેબાઇલ મળી કુલ રૂપિયા 25600નાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો