દરોડો:લાઠીના દેરડીગામે જાહેરમા જુગાર રમતા પાંચ ઇસમો રૂ.11,270ના મુદામાલ સાથે ઝડપાયા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ આરોપી ઓ સામે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધ્યો

અમરેલી જીલ્લામાંથી દારૂ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા પ્રોહીબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોય ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપતા ગુન્હાહીત કરતા ઇસમોને ઝડપી પડવા પોલીસ તંત્ર દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. લાઠી પોલીસ દ્વારા જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામા આવી હતી જેમા લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના દેરડી ( જાનબાઇ ) ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે કેટલાક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાથી હારજીતનો તીન પત્તીનો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે સર્વેલન્સ ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ પાંચ ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના વડે હારજીતનો જુગાર રમતા હતા જે રેઇડ દરમ્યાન પાંચ ઇસમો પકડી પાડી જુગાર ધારા મુજબ કાર્યવાહી કરવામા આવી હતી.

જુગાર રમતા પકડાયેલ આરોપી
ભરતભાઇ રાધવભાઇ જાદવ , ધંધો- ખેતી,લાભાઇ મનજીભાઇ વાળા ધંધો- મજુરી,હિંદાભાઇ સવાભાઇ ગોલીતર ધંધો ખેતી , રામજીભાઇ ભવાનભાઇ જાદવ ધંધો -હીરાકામ, જયદિપભાઇ અશોકભાઇ સાબળીયા ધંધો - મજુરી રે.તમામ દેરડી ( જાનબાઇ ) , તા.લાઠી , જી.અમરેલી પકડાયેલ મુદામાલ રોકડા રૂપિયા 11,270 / - તથા ગંજી પતા ના પાના સહિત મુદામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...