ક્રાઇમ:મકાન ચણતર મુદ્દે યુવક પર પાંચ શખ્સનો હુમલો

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખાંભા તાલુકાના નાના બારમણનો બનાવ
  • લાકડી વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો

ખાંભા તાલુકાના નાના બારમણ ગામે પોતાના મામાના ઘરે પ્લોટમા મકાનનુ ચણતર કરતા આ મુદે અહી જ રહેતા પાંચ શખ્સોએ બોલાચાલી કરી લાકડી વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મુળ જામકા રહેતા મધુભાઇ વિરાભાઇ સોંદરવા (ઉ.વ.32) નામના યુવકે ખાંભા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પોતાના મામાના ગામ રહેવા ગયા હોય અને ત્યાં પ્લોટમા મકાનનુ ચણતર કરતા હોય જે મુદે મનદુખ રાખી ભવાન કાબા સિંધવ, આતુ બોઘા, લાલ બોઘા, દુલા કાના વરૂ, સંજય ચોથા વરૂ નામના શખ્સોએ બોલાચાલી કરી હતી. આ શખ્સોએ લાકડી વડે મારમારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...