ધરપકડ:ટેમ્પોમાં કતલખાને ધકેલાતા પાંચ પશુને બચાવી લેવાયા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે શખ્સોને ઝડપી લઇ રૂપિયા 1.45 લાખનો મુદ્દામાલ કબજે લીધો

અમરેલી જિલ્લામા પશુઓને કતલખાને ધકેલવાની પ્રવૃતિ ફરી ધમધમતી થઇ હોય પોલીસે કુંકાવાવ નજીકથી એક ટેમ્પોમા કતલખાને ધકેલાતા પાંચ પશુને બચાવી લઇ બે શખ્સોની ધરપકડ કરી હતી. વડીયા પોલીસે કુંકાવાવમા નાજાપુર જવાના રસ્તેથી પસાર થતા ટેમ્પો નંબર જીજે 03 એવી 7839ને અટકાવી તલાશી લેવામા આવી હતી. ટેમ્પોમા પાંચ પશુઓને ખીચોખીચ ક્રુરતાપુર્વક ભરવામા આવ્યા હોય અને કતલખાને લઇ જવાના ઇરાદાથી પશુઓની હેરફેર થઇ રહી હોય પોલીસે અમરેલીના મીની કસ્બાવાડમા રહેતા ફિરોઝ હબીબ તરકવાડીયા અને હુસેન દાઉદ તરકવાડીયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે અહીથી પાંચ પશુ તેમજ ટેમ્પો મળી કુલ રૂપિયા 1.45 લાખનો મુદામાલ કબજે લીધો હતો. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બી.કે.મોરવાડીયા ચલાવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લા પશુઓની ગેરકાયદે હેરાફેરી અને કતલખાને ધકેલવાની પ્રવૃતિ ફરી ધમધમતી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...