• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Fishermen Install Skylo Messenger On Their Own To Make Emergency Contact From Sea, Outraged By Government Shutdown For 2 Months

તંત્રના પગલા સામે માછીમારો ભડક્યા:માછીમારોએ સમુદ્રમાંથી ઇમરજન્સી સંપર્ક કરી શકાય તે સ્વખર્ચે સ્કાયલો મેસેન્જર વસાવ્યા, 2 માસથી સરકારે બંધ કરી દેતાં રોષ ભભૂક્યો

અમરેલીએક મહિનો પહેલા
  • જાફરાબાદ બંદર આસપાસ આશરે 600 ઉપરાંત બોટો છે, અહીં 200 ઉપરાંતના સ્કાયલો મેસેન્જર બંધ પડ્યા
  • હવામાન વિભાગ આગાહી આપે, બોટ દરિયામાંથી પરત બોલાવવા અમારે કેવી રીતે સંપર્ક કરવો? - આગેવાન
  • સરકાર સુવિધા નથી આપતી, અમે સ્વખર્ચે મેસેન્જર લઈ આવ્યા તો બંધ કરાવ્યા - માછીમાર

ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે માછીમારોનો સમુદ્રમાંથી ઇમરજન્સી સંપર્ક થાય તે માટે સવખર્ચ કરી સ્કાયલો મેસેન્જર વસાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા 2 માસથી કોઇ કારણોસર સરકાર દ્વારા આ સ્કાયલો મેસેન્જર બંધ બંધ કરી દેવાતાં માછીમારોમાં રોષ વ્યાપ્યો છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે મોટાપ્રમાણમાં માછીમારો વસવાટ કરી રહ્યા છે અને મધ દરિયે માછીમારી કરતા હોય છે. જ્યારે કોઈ આફત આવે અથવા તો વાવાજોડું આવે ત્યારે તેની આગાહી અથવા ચેતવણી માછીમારોને દરિયામાં આપવામાં હવામાન વિભાગને ખૂબ મુશ્કેલી સર્જાતી હતી. તેવા સમયે વારંવાર અનેક બોટો અને માછીમારો મધ દરિયામાં અટવાઇ જતા હતા. જેના કારણે છેલ્લે BSNL નેટવર્કથી ચાલતું સ્કાયલો મેસેન્જરની આશરે 25 હજાર રૂપિયા આસપાસની રકમથી મોટાભાગે બોટ ચાલકો દ્વારા ખરીદી કરવામાં આવી હતી. માછીમાર એસોસિએશનના આગેવાનો આ મેસેન્જર મારફતે એક મેસેજ નાખે એટલે તુરંત મધદરિયે માછીમારી કરી રહેલા માછીમાર બોટ ધારકને જાણ થાય છે. આ ઉપરાંત મધ દરિયે માછીમારી કરી રહેલા માછીમારને કોઈ મુશ્કેલી સર્જાય અકસ્માત થાય અથવા કોઈ આફત સર્જાય તો તે પણ આ મેસેન્જરમાં એક મેસેજ કરે એટલે દરિયા કાંઠે જે તે આગેવાનો અથવા જવાબદાર લોકો સુધી જાણ કરી શકાતી હતી. આ પ્રકારની સુવિધા માછીમારો દ્વારા સ્વખર્ચ કરી ખરીદવામાં આવી હતી.

2 માસથી આ સ્કાયલો મેસેન્જર ઉપરથી કોઈ કારણોસર બંધ કરાવી દેવાતા માછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરી આફતો અને વાવાઝોડાની આગાહી વખતે માછીમારોનો સીધો સંપર્ક થઈ શકતો નથી. છેલ્લા 2 માસથી આ સુવિધા માછીમારોના કહેવા પ્રમાણે ઉપરથી બંધ કરાવવામાં આવી છે. જેના કારણે બધાના સ્કાયલો મેસેન્જર ઘરે મૂકી દેવાયા છે. અમરેલી જિલ્લામાં દરિયા કાંઠે જાફરાબાદ બંદર આસપાસ આશરે 600 ઉપરાંતની બોટો આવેલી છે. અહીં 200 ઉપરાંતના સ્કાયલો મેસેન્જર બંધ પડ્યા છે. એવી જ રીતે વેરાવળ, પોરબંદર, ભાવનગર, નવાબંદર, વલસાડ સહિતના દરિયા કાંઠે આ સ્કાયલો બંધ હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે

માછીમાર આગેવાનોમાં નારાજગી ઉભી થઇજાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ આ અંગ જણાવ્યું હતું 2 મહિનાથી અમારા સ્કાયલો મેસેન્જર બંધ કરી દેવામાં આવ્યા છે, અમારે કેવી રીતે સંપર્ક કરવો? આ ફરી ચાલુ કરાવવા જોઈએ અથવા તો સરકાર દ્વારા આવી સુવિધા માછીમારોને આપવી જોઈએ. જ્યારે માછીમાર સ્વખર્ચ કરી ખરીદી કરતા હોય તેને બંધ ન કરવા જોઈએ. દરિયામાં કાંઇ પણ હોય તો અમે આપ-લે કરી શકતા હતા. જો કે સ્કાયલો માત્ર અહીંયા નહિ આખા ગુજરાતમાં ઉપરથી બંધ કરાવવામાં આવ્યું છે.

જાફરાબાદ મુસ્લિમ સમાજના માછીમાર અગ્રણી સિદૂભાઈ સૈયદે કહ્યું હતું કે સરકાર દ્વારા સેટેલાઇટ મોબાઈલ આપવા જોઈએ. સબસીડી ઉપર આ સ્કાયલો બંધ થવાના કારણે દરિયામાં ખલાસીનો કોઈ સીધો સંપર્ક થતો નથી. જેના કારણે આગેવાનો અને માછીમારી કરી રહેલા લોકો પરેશાન છે. સરકાર જલ્દીથી કોઈ મોટી આફત આવે તે પહેલાં સુવિધા આપે અથવા કોઈ વ્યવસ્થા કરે એવી સમસ્ત માછીમારોની માંગ છે

સૌથી વધારે અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ બંદરના દરિયામાં નાના મોટા અકસ્માત અને માછીમારોની બોટ ફસાવવાની ઘટના સૌથી વધુ સામે આવે છે. તાજેતરમાં 1 માસ દરમિયાન 3 અકસ્માત આ દરિયામાં સર્જાયા હતા. ત્યારે માછીમારોનો અંદર સંપર્ક તૂટી જવાના કારણે માછીમારોમાં ભારે મુશ્કેલી સર્જાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...