સુવિધાથી વંચિત:જાફરાબાદ બંદર પર માછીમારો પ્રાથમિક સુવિધાથી વંચિત

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ બંદર સરકારને કરોડો રૂપિયાનુ હુંડીયામણ રળી આપે છે. પરંતુ અહી માછીમારોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. ત્યારે માછીમારોના અનેકવિધ પ્રશ્નો અંગે બોટ એસો. અને ખારવા સમાજના આગેવાનોએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. બોટ એસો દ્વારા કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે જાફરાબાદ બંદરમા 700 જેટલી બોટો મારફત માછીમારો ફિશીંગ કરે છે.

પરંતુ અહી પાછલા કેટલાક સમયથી ધક્કો રીપેર કરાતો નથી. તેમજ અહી દવાનો છંટકાવ પણ કરવામા આવતો નથી. આ બંદર બુમલા મચ્છીનુ કેન્દ્ર છે. અહી નવાબંદર, રાજપરા, સૈયદ રાજપરા, સિમર, શિયાળબેટ, પીપળીકાંઠા વિગેરેનો સમાવેશ થાય છે. અહીની ફિશરીઝ કચેરીમા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક માત્ર સપ્તાહમા એક જ વખત આવતા હોય માછીમારોનુ કામકાજ થઇ શકતુ નથી.

માછીમારોના છુટક લાયસન્સ પણ લાંબા સમય સુધી મંજુર કરવામા આવતા નથી. રીન્યુમા પણ તકલીફ પડી રહી છે. જો આ પ્રશ્નોનો કોઇ ઉકેલ નહી આવે તો સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પણ સરકારમા રજુઆત કરવામા આવશે. તાજેતરમા મુખ્યમંત્રી તેમજ ફિશરીઝ મંત્રીને પણ માછીમારોના પ્રશ્નો અંગે રજુઆત કરાઇ હતી.

દરિયાઇ 108 એમ્બ્યુલન્સ શરૂ કરો- ભગુભાઇ
જાફરાબાદ બોટ એસો.ના પ્રમુખ કનૈયાલાલ સોલંકી તેમજ માજી સભાપતિ ભગુભાઇ સોલંકી, સનાભાઇ બારીયા દ્વારા પણ રજુઆત કરાઇ હતી કે દરિયાઇ 108 એમ્બ્યુલન્સ શરૂ કરવામા આવે જેથી દરિયામા થતા અકસ્માતમા માછીમારોને જીવ ન ગુમાવવો પડે.

મચ્છી સુકવવા અને ડ્રેઝીંગનો પ્રશ્ન પણ યથાવત છે
આગેવાનોએ એવી રજુઆત કરી હતી કે અહી માછીમારોને મચ્છી સુકવવાની મુશ્કેલી પડી રહી છે. પડતર પડેલી જમીન ફાળવવા તેમજ ડ્રેઝીંગ મુદે પણ રજુઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...