તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાઇવ ફાયરિંગ:અમરેલીમાં બુલેટ પર આવેલા શખ્સોએ બોલાચાલી કરી ગોળીબાર કર્યો, દુકાનદારને માર મારી ફરાર થઈ ગયા

અમરેલી21 દિવસ પહેલા
બોલાચાલી બાદ ફાયરિંગ કરવામાં આવ્યું, ફાયરિંગ કરતા દોડધામ મચી
  • પોલીસે સીસીટીવીના આધારે બન્ને માથાભારે શખસોની ઓળખ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી
  • ઘાયલ દુકાનદારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

અમરેલી શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. બુલેટ પર આવેલા બે માથાભારે શખસોએ શહેરમાં આવેલા રામજી મંદિર નજીક આવેલી બિપિન ટેઇલર નામની દરજીની દુકાન પર ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે. જોકે બન્ને ફાયરિંગ કરીને ફરાર થઇ જતાં સિટી પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે, જ્યારે ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

બોલાચાલી બાદ ફાયરિંગ કર્યું
શહેરમાં આવેલા રામજી મંદિર નજીક આવેલી બિપિન ટેઇલર નામની દરજીની દુકાનમાં બુલેટ પર આવેલા બે માથાભારે શખસોએ દુકાનદારને માર માર્યા બાદ એક રાઉન્ડમાં ગેરકાયદે ફાયરિંગ કરી ભડાકો કરતાં ચકચાર મચી જવા પામી છે.ફાયરિંગની ઘટના બનતાં આસપાસ લોકો એકઠાં થઇ ગયા હતા અને થોડો સમય અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયરિંગ બાદ પણ બન્ને વચ્ચે ઝઘડો ચાલુ રહ્યો હતો. મોટી સંખ્યામાં લોકો હાજર હતા, પરંતુ કોઇ વચ્ચે પડવા હિંમત કરી શક્યું ન હતું.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ
ફાયરિંગની ઘટના બની હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યાં પોલીસને એક ફૂટેલી કારતૂસ મળી આવી હતી. પોલીસે હુમલામાં ઘાયલ બિપિન નામના દુકાનદારને સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડ્યો છે, જ્યારે પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરામાં ચેક કરી બન્ને શખસોની ઓળખ મેળવી તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. દુકાનદારની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.

ફાયરિંગ બાદ મારામારી પણ કરાઈ
હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરિયાદી દુકાનદારનું પોલીસે નિવેદન લીધું હતું. નિવેદન લઇ પોલીસે ગુનો નોંધવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસસૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે નજીવી બાબતે હુમલાખોર અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં બોલાચાલી ઉગ્ર બનતાં હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું, જેમાં દુકાનદારને ઇજા પહોંચી હતી. ફાયરિંગ બાદ પણ બન્ને વચ્ચે મારામારી થઇ હોવાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. સીસીટીવીના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...