તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:જાફરાબાદના બાબરકોટ નજીક નર્મદા સિમેન્ટ કંપનીમાં આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરી, ફાયર ફાઈટરો દોડી ગયા

અમરેલી2 મહિનો પહેલા
જાફરાબાદ પાસે નર્મદા સિમેન્ટ કંપનીમાં આગ લાગી. - Divya Bhaskar
જાફરાબાદ પાસે નર્મદા સિમેન્ટ કંપનીમાં આગ લાગી.
  • નર્મદા સિમેન્ટ કંપનીના કન્વેટ બેલ્ટમાં આગ લાગી અને ધીમે ધીમે પ્લાન્ટ સુધી પ્રસરી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક આવેલી નર્મદા સિમેન્ટ કંપનીમાં ભીષણ આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.

આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા છે અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાયો છે. આગને કારણે કર્મચારીઓમાં ભાગદોડ જોવા મળી રહી છે.

આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ.
આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ.

કંપનીના કન્વેટ બેલ્ટમાં આગ લાગી હતી
નર્મદા સિમેન્ટ કંપનીના કન્વેટ બેલ્ટમાં આગ લાગતા ધીમે ધીમે પ્લાન્ટ સુધી પ્રસરી છે. આથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કર્મચારીઓમાં ભાગદોડ મચી છે. આગને કારણે કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. હાલ તો ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ધૂમાડાના ગોટેગોટાથી આસપાસમાંથી લોકો દોડી આવ્યા
વિકરાળ આગને કારણે ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા છે. આગને કાબૂમાં લેવા માટે કંપનીના કર્મચારીઓ પણ કામે લાગ્યા છે. જો કે, આગને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

(જયદેવ વરૂ, અમરેલી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો